વર્ષો બાદ 3 શક્તિશાળી ગ્રહ વૃષભ રાશિમાં મચાવશે ધમાલ, આ રાશિવાળાને ધનના ઢગલે બેસાડશે, અભૂતપૂર્વ લાભ કરાવશે
શુક્ર પ્રેમ, સૌંદર્ય અને ધન દૌલતના કારક ગ્રહ મનાય છે. જ્યારે સૂર્ય ગ્રહોના રાજા અને ગુરુ ગ્રહોના ગુરુ છે. હાલમાં સૂર્યદેવ અને શુક્ર મેષ રાશિમાં તથા ગુરુ વૃષભ રાશિમાં બિરાજમાન છે. ગણતરીના દિવસોમાં વૃષભ રાશિમાં 2 ગ્રહો પ્રવેશ કરીને ગુરુ સાથે ત્રિગ્રહી યોગ બનાવશે. જે અનેક વર્ષો બાદ આ રાશિમાં બનશે. 14મી મેના રોજ સૂર્ય અને 19મી મેના રોજ શુક્ર વૃષભ રાશિમાં પ્રવેશ કરીને ગુરુ સાથે યુતિ બનાવશે. જે ખુબ જ શુભ માનવામાં આવી રહી છે. સૂર્ય, ગુરુ, શુક્રની યુતિથી કોને કોને લાભ થશે તે ખાસ જાણો.
વૃશ્ચિક રાશિના લોકો માટે સૂર્ય, શુક્ર અને ગુરુની યુતિ ખુબ જ લાભકારી રહેશે. તમારી આવક વધે તે માટે નવા સોર્સ જોવા મળશે. આ મહિને તમને દરેક કામમાં સફળતા મળશે. કરિયર લાઈફમાં કેટલીક નવી જવાબદારીઓ મળી શકે છે. પાર્ટનર કે લવર સાથે સારો સમય પસાર થશે.
સૂર્ય, શુક્ર અને ગુરુની યુતિ વૃષભ રાશિના લોકો માટે ફાયદાકારક ગણવામાં આવી રહી છે. કલ્પના પણ ન કરી હોય તેવો ધનલાભ થવાના યોગ છે. ગ્રહોની ચાલ બદલાવવાથી આ રાશિના લોકોનું મન ધાર્મિક કાર્યોમાં ખુબ લાગશે. તમારી આર્થિક સ્થિતિ સ્ટેબલ રહેશે. ખર્ચ પર પકડ બનાવી રાખવાની જરૂર છે. લવ લાઈફ રોમેન્ટિક રહેશે. મુશ્કેલ સમયમાં તમને તમારા ઘર પરિવારનો સાથ મળશે. તમારા માટે હાલનો સમય ફાયદાકારક છે.
સૂર્ય, શુક્ર અને ગુરુની યુતિ મકર રાશિવાળા માટે ખુબ શુભ સાબિત થશે. આ દરમિયાન તમે પોઝિટિવ ફિલ કરશો. દરેક કામમાં આગળ પડતો ભાગ લેશો. ધાર્મિક ગતિવિધિઓમાં મન લાગશે. સ્વાસ્થ્ય પણ સારું રહેશે. બાળકો સાથે સારો સમય વિતાવશો. સારો એવો આર્થિક લાભ થશે.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ ગણતરીઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)