Sun-Mars Conjunction: સિંહ રાશિમાં સૂર્ય-મંગળની યુવિત, આ જાતકો માટે આવશે સારો સમય
Sun-Mars Conjunction: વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરેક ગ્રહ એક ચોક્કસ સમયે કોઈ રાશિમાં યુતિ બનાવે છે. આ ખગોળીય મિલનનો પ્રભાવ દરેક રાશિઓ પર કોઈને કોઈ રૂપમાં પડે છે. વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જ્યારે સૂર્ય અને મંગળ સિંહ રાશિમાં એક સાથે આવે છે તો તેની યુતિ દરેક રાશિઓ માટે મહત્વ રાખે છે. હવે સૂર્ય સિંહ રાશિમાં પ્રવેશ કરશે તો મંગળ-સૂર્યની યુતિ 17 ઓગસ્ટે થશે. તમને જણાવી દઈએ કે સિંહ રાશિમાં મંગળ પહેલાથી હાજર હશે. જાણો મંગળ-સૂર્યની યુતિનો કઈ રાશિ પર શુભ પ્રભાવ પડશે.
મેષ રાશિના જાતકો માટે સિંહ રાશિમાં સૂર્ય અને મંગળની યુતિ અનુકૂળ પરિણામ લાવી શકે છે. આ યુતિ પંચમ ભાવમાં બનશે, જે સંતાન સંબંધી સંભવિત શુભ સમાચારનો સંકેત આપી રહી છે. નાણાકીય સ્થિરતા અને તમારી આર્થિક સ્થિતિમાં સુધારની આશા છે. નોકરી કરનાર જાતકોના પગારમાં વધારો અને પ્રમોશન થઈ શકે છે. આવકના નવા માર્ગ ખુલશે. તમારૂ સ્વાસ્થ્ય સારૂ રહેશે.
સૂર્ય અને મંગળની યુતિ તમારા લગ્ન ભાવ, સિંહ રાશિમાં થવા જઈ રહી છે. આ મિલન તમારા માટે કોઈ આશીર્વાદથી ઓછુ નથી. આર્થિક લાભની નવી તકો સામે આવશે. વેપાર ધંધામાં ભાગીદાર સાથે સારો નફો થશે અને તમને તેનું સમર્થન અને સહયોગ પ્રાપ્ત થશે. પરિસ્થિતિ તમારી અનુકૂળ હોવાથી તમે દરેક કામ સારી રીતે કરી શકશો.
જ્યોતિષ ગણના અનુસાર સિંહ રાશિમાં સૂર્ય અને મંગળની યુતિ કર્કના જાતકો માટે લાભ લઈને આવશે. આ યુતિ તમારા બીજા અને ત્રીજા ભાવમાં થશે, જે ક્રમશઃ ધન અને સંચાર સાથે જોડાયેલ છે. તમે અચાનક ધનલાભની આશા કરી શકો છો. જેનાથી તમારી આર્થિક સ્થિતિમાં સુધાર થશે. તમારી યોજનાઓ સફળ થશે અને તમને વેપારમાં લાભ થવાની સંભાવના છે. તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે. નોકરી કરનાર જાતકોને સારા સમાચાર મળી શકે છે.
(આ લેખમાં આપવામાં આવેલી જાણકારી પર અમે તે દાવો નથી કરતા કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ જરૂર લો)