સૂર્યનું નક્ષત્ર પરિવર્તન આ જાતકો માટે લાભકારી, ધન-સંપત્તિ વધશે, કરિયરમાં મળશે લાભ
Surya Nakshatra Parivartan: ગ્રહોના રાજા સૂર્ય દેવ ચોક્કસ સમય બાદ ચાલમાં પરિવર્તન કરે છે. તેનો પ્રભાવ 12 રાશિના જાતકોની સાથે દેશ-દુનિયા, હવામાન અને પ્રકૃતિ પર પણ જોવા મળે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સૂર્ય દેવ વર્તમાનમાં સ્વાતિ નક્ષત્રમાં બિરાજમાન છે. જ્યોતિષ ગણના પ્રમામે સૂર્ય 6 નવેમ્બરે સવારે 8 કલાક 56 મિનિટ પર વિશાખા નક્ષત્રમાં પ્રવેશ કરશે. સૂર્યનું નક્ષત્ર પરિવર્તન ત્રણ રાશિઓ માટે શુભ માનવામાં આવી રહ્યું છે. આ રાશિના જાતકોને શુભ ફળ મળશે.
સૂર્યનું નક્ષત્ર પરિવર્તન મેષ રાશિના લોકોના આત્મવિશ્વાસમાં વધારો કરશે. નોકરી કરનાર જે જાતકોનું પ્રમોશન થયું નથી, તેને શુભ સમાચાર મળી શકે છે. આ લોકોનો પગાર વધવાનો યોગ પણ બની શકે છે. ધાર્મિક કાર્યોમાં રૂચિ વધશે. દાંપત્ય જીવનની સમસ્યાઓ દૂર થશે અને જીવનસાથી સાથે સંબંધ સારા થશે. માનસિક સ્વાસ્થ્ય પહેલાથી સારૂ રહેશે.
સિંહ રાશિના જે જાતકો વેપાર કરે છે તેના માટે સમય સારો રહેશે. આ સમયમાં કોઈ નવી ડીલ થશે, જેનાથી સારો નફો થશે. ભૌતિક સુખ-સુવિધામાં વધારો થશે. જો કોઈ કાર્ય ઘણા સમયથી અટવાયેલું છે તો તે પૂરુ થશે અને સફળતા મળશે. રોકાણ કરવાથી સારા પરિણામ મળશે. ધનલાભનો યોગ બનશે, જેનાથી આર્થિક સ્થિતિ મજબૂત થશે.
સૂર્યનું નક્ષત્ર પરિવર્તન વૃશ્ચિક રાશિના લોકો માટે શુભ રહેશે. નોકરી કરી રહેલા લોકોને પગાર વધારાના સારા સમાચાર મળી શકે છે. કાર્યક્ષેત્રમાં પ્રગતિનો યોગ બનશે. જે લોકો કુંવારા છે તેને લગ્નનો પ્રસ્તાવ મળી શકે છે. જો કોઈ દેવું છે તો તે પૂરુ થઈ શકે છે. વિદ્યાર્થીઓ માટે સમય સારો રહેવાનો છે. મહેનતનું ફળ મળશે. પારિવારિક સંબંધ મજબૂત થશે.
આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.