PICS: સની લિયોનનો આજે જન્મ દિવસ, કોન્ડોમની જાહેરાત પર ગુજરાતમાં હોબાળો, `વન નાઈટ સ્ટેન્ડ`..અનેક વિવાદોનો કર્યો સામનો
બોલીવુડ અભિનેત્રી અને પૂર્વ પોર્નસ્ટાર સની લિયોનીનો આજે 39મો જન્મદિવસ છે. જો કે હિન્દી સિનેમામાં અત્યાર સુધીમાં લાંબી સફર કાપી ચૂકેલી સની માટે શરૂઆત જરાય સરળ નહતી.
સની લિયોની જ્યારે પોર્ન દુનિયા છોડીને ભારતીય સિનેમામાં આવી તો તેનો ખુબ વિરોધ થયો. તમામ અભિનેત્રીઓએ તેના પર કટાક્ષ છોડ્યા પરંતુ આમ છતાં સની લિયોન હિન્દી સિનેમામાં સિક્કો જમાવવામાં સફળ રહી.
સની લિયોની હંમેશા વિવાદમાં સપડાયેલી રહે છે. આજે તેના બર્થડે પર અમે તમને જણાવીએ અભિનેત્રીના જીવનના મોટા વિવાદો વિશે.
બહુ ઓછા લોકો એ વાત જાણે છે કે સની લિયોનીના પતિ ડેનિયલ વેબરને અભિનેત્રી બીજા પુરુષો સાથે પોર્ન ફિલ્મો શૂટ કરે તેના પર આપત્તિ હતી. આ વાત કહ્યાં બાદ સનીને પતિના પ્રેમનો અહેસાસ થયો હતો.
31 ડિસેમ્બર 2017ની રાતે સની લિયોનીએ બેંગ્લુરુમાં એક ન્યૂયર પાર્ટીમાં પરફોર્મન્સ કરવાનું હતું. કર્ણાટકના કેટલાક સંગઠનોએ વિરોધ કરતા વાત એટલી વધી ગઈ કે પછી કેટલાક એક્ટિવિસ્ટ્સે એક સાથે સ્યૂસાઈડ કરવાની ધમકી આપી. બબાલ વધતા બેંગ્લુરુ પોલીસે સનીને પરફોર્મન્સ આપવાની મંજૂરી ન આપી.
સનીની એક કોન્ડોમની એડ પર ગુજરાતમાં ખુબ બબાલ મચી હતી. વાત જાણે એમ હતી કે આ એડ નવરાત્રિના અવસરે રિલીઝ થઈ હતી જેમાં સની લિયોનીને દેખાડવામાં આવી હતી. વિવાદ વધ્યો તો પોસ્ટરો હટાવવામાં આવ્યા હતા.
ફિલ્મ One Night Stand ની રિલીઝ પહેલા એક પ્રમોશનલ ઈન્ટરવ્યુમાં સની લિયોને કહ્યું હતું કે વન નાઈટ સ્ટેન્ડ કોઈનો પણ અંગત મામલો છે. તેણે કહ્યું કે તે પોતે પણ સિંગલ હતી ત્યારે આવું અનેકવાર કરી ચૂકી છે. તેના આ નિવેદન પર ખુબ હોબાળો મચ્યો હતો.