Taimur જેવો જ દેખાય છે Sunny Leone નો પુત્ર, વિશ્વાસ ન થતો હોય તો જુઓ આ ફોટા
સની લિયોની (Sunny Leone) ત્રણ બાળકોની માતા છે. તેણે પહેલા નિશાને દત્તક લીધી. ત્યાર પછી, સનીએ સરોગસી દ્વારા જોડિયા બાળકોને જન્મ આપ્યો. સનીના જોડિયા બાળકોનું નામ છે નોઆહ અને અશર. આ જોડિયા પુત્રોમાંથી એકનો દેખાવ મોટા ભાગે તૈમુર અલી ખાન જેવો જ છે.
તૈમુર અલી ખાન (Taimur Ali Khan) ને જો સૌથી પ્રખ્યાત સ્ટાર કિડ કહેવામાં આવે તો તે ખોટું નહીં હોય. તેના જન્મથી અત્યાર સુધી તે સમાચારોમાં જ રહ્યો છે. આ દરમિયાન, સનીને તેના પુત્ર સાથે સરખાવામાં આવતા લોકો સ્તબ્ધ થઈ ગયા.
વર્ષ 2018 માં સની લિયોની (Sunny Leone) ના જુડવા બાળકો નોઆહ અને અશરનો જન્મ થયો હતો. વર્ષ 2016માં તૈમૂર અલી ખાનનો જન્મ થયો હતો. જેનો મતલબ એ છે કે તૈમૂર અશર અને નોઆહ થી બે વર્ષ મોટો છે.
સની (Sunny Leone) ના કરિયરની શરૂઆત રિયાલિટી TV શો બિગ બોસથી થઈ. આ શો પછી સની લિયોનીએ પ્રથમ ફિલ્મ 'જિસ્મ 2' માં કામ કર્યું. જેમાં વિવેચકો તરફથી ખાસ પ્રતિસાદ મળ્યો ન હતો અને ફિલ્મે ઠીક-ઠાક કમાણી કરી હતી. શરૂઆતના દિવસોમાં બોલીવુડમાં સનીને ઘણો સંઘર્ષ કરવો પડ્યો કારણ કે તે ભૂતપૂર્વ પોર્ન સ્ટાર હતી અને તેથી જ કોઈ પણ નિર્માતા કે દિગ્દર્શક તેને પોતાની ફિલ્મમાં લેવા માંગતા ન હતા. જો કે, આ બધા પછી પણ, તેણીએ તેના અભિનયના આધારે ઘણી બોલિવૂડ ફિલ્મોમાં કામ કર્યું.
સની લિયોની (Sunny Leone) ઉપર એક વેબ સિરીઝ બની છે જેનું નામ છે કરનજીત કોર. આ વેબ સિરીઝમાં સની લિયોની (Sunny Leone) એ જ અભિનય કર્યો છે. આ સિરીઝમાં તેના જીવનના દરેક પાસા બતાવવામાં આવ્યા છે.