જાદુઈ ટોટકાઓએ આ ક્રિકેટર્સને બનાવ્યા હતા ફેમસ, અમસ્તા જ ફેમ નથી મળી!
પોતાના જમાનામાં બોલર્સમાં ખૌફ પેદા કરનાર વીરેન્દ્ર સહેવાગ પણ ટોટકામાં વિશ્વાસ કરતા હતા. તેઓ મેદાનમા ઉતરતા સમયે હંમેશા એક લાલ રંગના રૂમાલને પોતાના ખિસ્સામાં રાખતા હતા. થોડા દિવસો બાદ તેમણે પોતાના માથા પર લાલ રૂમાલ બાંધવાનું શરૂ કર્યું હતું.
ટીમ ઈન્ડિયાના સ્ટાર પ્લેયર વિરાટ કોહલી આ લિસ્ટમાં સામેલ છે. રન મશીન માટે તેઓ લકી ગ્લોવ્ઝનો ટોટકો કરતા હતા.
ભારતમાં માસ્ટબ્લાટર અને ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંડુલકર પણ આ લિસ્ટમા સામેલ છે. મેદાનમાં અનેકવાર આ માસ્ટર બ્લાસ્ટરને આઉટ કરવા માટે બોલર્સ તલપાપડ હતા. પરંતુ પોતાની જીત માટે સચિન તેંડુલકર એક ટોટકાનો સહારો લેતા. તેઓ હંમેશા પોતાના જમણા પેડને પહેલા બાંધવાનું લકી ગણતા હતા. આ સાથે જ તેઓ ખિસ્સામાં સત્ય સાંઈબાબાની તસવીર રાખીને મેદાનમાં ઉતરતા હતા.
ટીમ ઈન્ડિયાને વર્લ્ડ નંબર વન ટીમ બનાવનાર સૌરવ ગાંગુલીનું યોગદાન મોટું છે. તેમણે ટીમ ઈન્ડિયામાં લાંબો સમય સેવા આપી. પંરતું ગાંગુલી પોતાની આ ઉપલબ્ધિનું શ્રેય ગુરુજીને આપે છે. તેઓ મેદાનમાં પોતાના ગુરુજીની તસવીર લઈને ઉતરતા હતા.
હાલમાં જ ભારતને ટી20 વર્લ્ડ કપનો ખિતાબ જીતાડનાર રોહિત શર્મા પણ ટોટકાથી દૂર નથી. તેઓ મેદાનમાં ઉતરે છે, તો સૌથી પહેલા પોતાનો જમણો પગ મેદાનમાં પહેલા રાખે છે. આ ટોટકાને તેઓ લકી માને છે.