આ સુરતીના હાથમાં જાદુ છે, 250 લાકડાના ટુકડામાંથી બનાવી આલિશાન ઘડિયાળ

Thu, 08 Jun 2023-4:35 pm,

સુરત શહેરના મોટા વરાછા વિસ્તાર ખાતે રહેતા પરેશ પટેલ અગાઉ પેઈન્ટર હતા, પરંતુ તેમના કળાની કદર કરનાર લોકોનો ન હતાં. જેથી તેઓ વિચાર્યું કે ટેકનોલોજીની મદદથી એક એવી આર્ટ તેઓ તૈયાર કરે, જેને જોઈ લોકો પણ આશ્ચર્યમાં મુકાઈ જાય. તેઓએ પર્યાવરણ અનુલક્ષી એટલે ઇકો ફ્રેન્ડલી ઘડિયાળ બનાવી છે તમે વિચારી રહ્યા હશો કે આ ઇકો ફ્રેન્ડલી ઘડિયાળ કઈ રીતે હોઈ શકે? તો અમે તમને બતાવવા માંગીશું કે જે ઘડિયાળ છે તે લાકડાના વેસ્ટના ભુકામાંથી તૈયાર કરવામાં આવી છે. 

લાકડાનો વેસ્ટ જે ફેંકી દેવામાં આવતું હોય છે તેને રિસાયકલ કરીને લાકડામાં પરિવર્તિત કરી આ ઘડિયાળ તૈયાર કરવામાં આવી છે. આ ઘડિયાળની અન્ય ખાસિયતની વાત કરવામાં આવે તો ઘડિયાળ જોવામાં જેટલી સુંદર દેખાય છે તેને એસેમ્બલ કરવા માટે તેટલી જ જટિલતા છે. 10, 50 કે 100 નહિ, પરંતુ 250 જેટલા પાર્ટસ તેમાં લાગ્યા છે.   

એક એક કરીને જ્યારે અઢીસો જેટલા પાર્ટને જોડવામાં આવે છે, ત્યારે આ ઘડિયાળ તૈયાર થાય છે. એટલું જ નહીં આ ઘડિયાળ માત્ર સમય જ નથી બતાવતી. આ ઘડિયાળ તમને મહિના અને વર્ષની પણ જાણકારી આપે છે. ઘડિયાળ જોઈને કોઈ પણ વિચારી શકશે નહીં કે માત્ર ધોરણ નવ સુધી ભણનારા એક વ્યક્તિ દ્વારા આ જટિલ ઘડિયાળ ખૂબ જ સુંદર રીતે બનાવવામાં આવી છે.  

તેને બનાવનાર પરેશ પટેલે જણાવ્યું હતું કે પોતે ધોરણ નવ સુધી ભણ્યો છે. ઘડિયાળની ખાસિયત છે કે આ તારીખ મહિના અને વર્ષ બતાવે છે. હું આર્ટિસ્ટ છું. પરંતુ તેની ડિમાન્ડ ઓછી થવા લાગી હતી. લોકો વધારે આર્ટિસ્ટની કદર કરતા નથી. એથી વિચાર્યો કે આવી વસ્તુ બનાવવું જેનાથી ટેકનોલોજીનો પણ ઉપયોગ કરી શકું અને લોકોને તે પસંદ આવે. આ ડિઝાઇન બનાવવામાં મને ખાસો સમય લાગ્યો છે. ઘડિયાળની ડિઝાઇન માટે વિચાર કરવો પણ એ ખૂબ જ મુશ્કેલ હતો. વિચાર્યું કે કંઈક જટિલ ડિઝાઇન બનાવું જે ખૂબ જ ખાસ હોય અને લોકોને ખૂબ જ પસંદ આવે. આ ઘડિયાળ જોવા પર તમને મેકેનિકલ ડિઝાઇન લાગશે. ઘડિયાળ એવા લાકડા થી તૈયાર કરવામાં આવી છે જે વેસ્ટેજ ભૂકામાંથી તૈયાર થઈ છે. જે લાકડાનો વેસ્ટેજ ભુકો હોય છે તેને રિસાયકલ કરીને અમે આ તૈયાર કરીએ છીએ. આજ લાકડાનો ઉપયોગ કરીને ઘડિયાળ બનાવવામાં આવ્યું છે તે એન્વાયરમેન્ટ માટે પણ ખૂબ જ સારું છે. આમાં 250 જેટલા પાર્ટ છે જેને અમે એક જ દિવસમાં બનાવી લઈએ છીએ  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link