દુનિયાની સૌથી મોંઘીદાટ ગિફ્ટ, 2 માસના બાળક માટે ગુજ્જુ પિતાએ ચંદ્ર પર ખરીદી 1 એકર જમીન

Fri, 26 Mar 2021-9:06 am,

સુરતના સરથાણા વિસ્તારમાં રહેતા વિજય કથેરિયાએ પોતાની બે માસના દીકરા નિત્ય ભેટમાં જમીન આપી છે. વિજયભાઇ મૂળ સૌરાષ્ટ અને હાલમાં સુરતના સરથાણા વિસ્તારમાં કાચના વેપારી છે. વિજય કથીરિયાના પરિવારમાં બે મહિના પહેલા બાળકનો જન્મ થયો હતો. ત્યારે પિતાએ પોતાની બાળકને ભેટ તો આપવી હતી પણ અત્યાર સુધી કોઈ પિતાએ આપી હોય તેનાથી અલગ ભેટ આપવાની તેમની ઈચ્છા હતાં.

જેથી ન્યુયોર્કની ઇન્ટરનેશનલ લુનાર લેન્ડ રજિસ્ટ્રી કંપનીમાં વિજયભાઇએ તારીખ 13મીના રોજ ચંદ્ર પર જમીન ખરીદી કરવા માટે ઓનલાઇન અરજી કરી હતી. એક એકર જમીન ખરીદવાની અરજી કંપનીએ મંજુર કરી હતી, બાદમાં કંપનીએ તમામ કાયદાકીય કાર્યવાહી કરીને વિજય કથેરિયાને જમીન ખરીદી માટેની મંજૂરીનો ઇમેલ કર્યો હતો. ત્યાર બાદ તમામ કાગળો મોકલી આપ્યા છે. મહત્તવનું છે કે, ચંદ્ર પર જમીન ખરીદી કરનાર વિજયભાઈ પહેલા વેપારી તો છે જ, જોકે નિત્ય પણ કદાચ દુનિયાની સૌથી નાના ઉંમરનો બાળક છે જે ચંદ્ર પર જમીનનો માલિક બન્યો છે તેવો દાવો પણ કરવામાં આવ્યો છે, જોકે આ દાવા અંગે કંપની તરફથી આગામી દિવસમાં સત્તાવાર જાહેરાત પણ કરવામાં આવશે.

ચંદ્ર પર હજુ સુધી લોકો વસ્યા નથી, પણ તે પહેલાથી જ ઘણી સંસ્થાઓ ત્યાંની જમીન વેચાવા લાગી છે. ઘણા સેલેબ્રિટી સહિત સામાન્ય લોકો ચંદ્ર પર જમીન ખરીદવા લાગ્યા છે. બોલીવૂડ અભિનેતા શાહરૂખ ખાન અને સુશાંત સિંહ રાજપૂતે પણ ચંદ્ર પર જમીન ખરીદી છે.  

અનેક એવી વેબસાઇટ છે કે જેના પર ચંદ્ર પર જમીન વેચવાના દાવા કરવામાં આવે છે. પરંતુ ખરેખર ચંદ્રની માલિકી કોની પાસે છે? શું ત્યાંની જમીનની કોઈ લે-વેચ કરી શકે? ચંદ્ર પર જમીન ખરીદવા માટે હકીકતમાં કોઈ વેબસાઈટ નથી. અનેક એવી સંસ્થાઓ છે જે ચંદ્ર પર જમીન વેચી રહી છે. તેઓ જમીન વેચ્યાનું સર્ટિફિકેટ આપે છે. જેને કોઈ દેશની કાયદેસરની માન્યતા નથી. 1967થી પ્રભાવી આ સમજૂતીને 'ધ આઉટર સ્પેસ ટ્રીટી'ના નામે ઓળખવામાં આવે છે. આ સમજૂતી પર ભારત સહિત 100 દેશોએ હસ્તાક્ષર કર્યા છે. ટ્રીટીના એક આર્ટિકલ પ્રમાણે, આઉટર સ્પેસનો ઉપયોગ ગમે તે દેશ પોતાના આર્થિક અને વૈજ્ઞાનિક વિકાસ માટે કરી શકે છે. આંતરરાષ્ટ્રીય કાયદા પ્રમાણે ગમે તે વ્યક્તિ જઈ શકે છે. અહીં વૈજ્ઞાનિક પ્રયોગો કરવાની દરેકને છૂટ છે. દરેક દેશને અહીં સંશોધન કરવા માટે પ્રોત્સાહન મળવું જોઈએ. ટ્રીટીના અન્ય એક આર્ટિકલ પ્રમાણે આઉટર સ્પેસ જેમાં ચંદ્ર પણ સામેલ છે, તે એક કૉમન હેરિટેજ છે. કૉમન હેરિટેજ એટલે કે કોઈ પણ વ્યક્તિ તેનો ખાનગી ઉપયોગ કરી શકતી નથી. ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યુટ ઑફ સ્પેસ લૉના ડિરેક્ટર સ્ટીફન ઈ. ડૉય્લ જણાવે છે કે ચંદ્ર પર કોઈ વ્યક્તિની માલિકી નથી. એ જ રીતે જેમ દરિયાનું કોઈ માલિક નથી.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link