સુરતીઓને હવે સારો દરિયો ગોતવા મુંબઈ કે ગોવા જવાની જરૂર નથી, ડુમસ બીચ બનશે દૂબઈ જેવો

Sat, 17 Aug 2024-10:47 am,

ડુમસ ડેવલપમેન્ટ માટે ચાર ફેઝમાં વહેંચણી કરવામાં આવી છે. જે પૈકી બે ફેઝમાં 297.66 કરોડનો અંદાજ મંજૂર કરવામાં આવ્યો છે ડુમ્મસ ખાતે સુરતી લાલાઓને સાયકલ ટ્રેક, સ્પોટ એક્ટિવિટી, પ્લે એરીયા ,અર્બન બીચ, વોલીબોલ, બાસ્કેટબોલ સહિતની તમામ સુવિધાઓ મળી રહેશે. 

સુરતી લાલાઓના પણ તમામ અર્બન સુવિધાઓ મળી રહે તે માટે સુરત મહાનગરપાલિકા દ્વારા તમામ પ્રકારના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે સુરત મહાનગરપાલિકા દ્વારા ડુમ્મસ બીચને અલગ અલગ ફેઝમાં વિકસાવવામાં આવી રહ્યો છે જે પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે . મુંબઈ જુહુ બીચ મરીન ડ્રાઈવ આ હંમેશાથી લોકોમાં આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. સુરતમાં પણ ડુમસ બીચ છે પરંતુ અહીં કોઈ આકર્ષણનું કેન્દ્ર નથી અહીં આવનાર લોકોની સંખ્યા પણ સારી હોય છે પરંતુ લોકોને કંઈક સુવિધા મળતી નથી. પરંતુ હવે ટૂંક સમયમાં તમામ સુવિધાઓ સાથે ડુમ્મસ બીચ ગુજરાતમાં જાણીતું થઈ જશે.  

ટેક્સટાઇલ અને હીરા ઉદ્યોગ માટે વિશ્વ જાણીતું છે. અહીં આવનાર લોકો આ ઉદ્યોગની મુલાકાત ચોક્કસથી લેતા હોય છે. પરંતુ હવે સુરત શહેર અને બહારથી આવતા લોકોને મુંબઈ અને કેરલના બીચ જેવો અનુભવો થાય આ માટે ખાસ ડુમ્મસ બીચને આંતરરાષ્ટ્રીય કક્ષાના ડેવલપમેન્ટ માટે ફોકસ કરી રહી છે. ઝોન-1 અર્બન ઝોનમાં પેકેજ-1 અને પેકેજ-2 મળી કુલ 22.86 હેક્ટર અનામત ખંડ નં.આર-64 પૈકી અને બિનનંબરી જમીન ખાતે પ્રોજેક્ટ ડેવલપ કરવા મંજૂરી હતી. જેમાં પણ પ્રાથમિક તબક્કામાં પેકેજ-1 એટલે કે 12.32 હેક્ટરમાં પ્રોજેક્ટ ડેવલપ કરાશે. 

પ્રોજેક્ટના ઝોન-1 અને 2 ની જમીન પર ઈકો ટુરિઝમ પાર્ક ડેવલપ કરવા 257.66 કરોડ ઓપરેશન-મેઇન્ટેનન્સ સહિતના અંદાજને જાહેર બાંધકામ સમિતિએ મંજૂરી આપી હતી. ડુમસ બીસને એ રીતે વિકસાવવામાં આવશે કે ત્યાં મલ્ટી લેવલ પાર્કિંગ, સેન્ટ્રલ એક્સેસ, બીચ વોલીબોલ કોર્ટ, મલ્ટીપલ પર્પસ ગ્રાઉન્ડ, ફૂડ કોર્ટ, કોનવિવિયલ પેવલિયન, બાઈસીકલ રેન્ટલ શોપ, કિડ્સ પ્લે એરિયા, બાસ્કેટબોલ કોર્ટ, અર્બન બીચ, વોક વે, ઇવેન્ટ એરીયા, પ્લાઝા એરીયા સહિતની સુવિધાઓ એક જ જગ્યાએ લોકોને મળી રહેશે. 

પહેલા તબક્કા ઝોન વનમાં 186 કરોડ પ્રોજેક્ટ કોસ્ટ સાથે આ કામગીરી ચાલુ કરવામાં આવી છે. તેનું સતત મોનેટરીંગ કરવામાં આવી રહ્યું છે. જેથી ઝડપથી ડુમ્મસ બીચનું કામ પૂરું કરવામાં આવે. દર શનિવારે રવિવારે હજારોની સંખ્યામાં લોકો ત્યાં ડુમસ બીચ પર જાય છે. લોકોને ત્યાં ગ્રીન સ્પેસિસ અને અન્ય એક્ટિવિટી મળી રહે આ માટેની સુવિધા ત્યાં ઊભી કરવામાં આવશે. ક્લાઈમેટ ફ્રેન્ડલી જગ્યા ઇકો ડેવલપમેન્ટ લોકોને મળી રહેશે બે વર્ષમાં ઝોન એકની કામગીરી પૂર્ણ થઈ જશે

ઝોન-1 - અર્બન ઝોન ઝોન-2 - પબ્લિક સ્પેસ-ઈકો ઝોન ઝોન-3 - ફોરેસ્ટ-ઈકો ટૂરિઝમ અને વેલનેસ ફેસિલિટી ઝોન-4 - ડુમસ પોર્ટ અને જેટીનો પુર્નવિકાસ તથા યાચ ઝોન

આ વિશે પાલિકા કમિશનર શાલિની અગ્રવાલે જણાવ્યું કે, ખાસ કરીને ડુમ્મસી ફેસ નો પ્રોજેક્ટ ચાર ઝોનમાં વહેંચણી કરવામાં આવી છે તબક્કાવાર આ પ્રોજેક્ટનો વિકાસ કરવામાં આવશે. સી-ફેસ પ્રોજેક્ટ 78.99 હેક્ટર સરકારી જમીન તથા ફોરેસ્ટની 23.07 હેક્ટર મળી કુલ 102.06 હેક્ટર ઉપરાંત દરિયા કિનારાની 45.93 હેક્ટર સરકાર હસ્તકની બિનનંબરી જમીન છે. 

આ જમીન પર સૂચિત ઈકો ટુરિઝમ પાર્ક તબક્કાવાર રીતે ડેવલપ કરાશે.અહીં મરીન બાયો લાઈફ, એકવેટીક સિપિસ, વાઇલ્ડ લાઇફ તમામનું ડિસ્પ્લે મૂકવામાં આવશે. વર્લ્ડ ક્લાસ બીચ જ્યાં લોકો ને વોકવે, સાઈકલ ટ્રેક, ક્રિએશન એક્ટિવિટી માટેની સુવિધા મળી રહેશે. સાથે સાથે બીચ ઇવેન્ટ કરવા માટે જેમાં સ્પોર્ટ્સ, જુદા જુદા પ્રકારના ફેસ્ટિવલ્સ, બીચ થીમ અને મરીન થીમ પર ત્યાં જગ્યા ડેવલપ કરવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link