ગુજરાતના આ હનુમાન મંદિરનૉ ઈતિહાસ છત્રપતિ શિવાજી મહારાજ સાથે જોડાયેલો છે

Sat, 08 Apr 2023-5:00 am,

મંદિરના પૂજારી મહંત જતીનગીરી ગોસ્વામી મંદિરનો ઇતિહાસ જણાવતા કહે છે કે, મારા દાદા પરદાદા મંદિરના પૂજારી હતા. મોટેભાગે હનુમાનજીના મંદિર દક્ષિણમુખી હોય છે, પરંતુ આ મંદિર ઉત્તરમુખી છે. છત્રપતિ શિવાજી મહારાજ સાપુતારાના માર્ગે નવસારીના ચિત્રા ગામે જઇને સુરત આવ્યા હતા. ત્યારે ડુભાલમાં તેમના ગુરુજીએ બનાવેલા આ મંદિરમાં રોકાયા હતા. 6 જાન્યુઆરી 1664 ના રોજ શિવાજી અહીં આવ્યા હતા. જ્યા મંદિરની બાજુમાં તેમને એક ગુફા પણ બનાવડાવી હતી. જે મંદિરથી 10 કિલોમીટર દૂર ચોકબજાર સ્થિત કિલ્લામાં ખુલે છે. કુશળ નેતૃત્વ, ગુરુ અને માતૃ ભક્ત શિવાજીએ આ ગુફાનું નિર્માણ એ રીતે કરાવ્યું હતું કે, તત્કાલીન સુરતના 11 માં દરવાજા પર ઉભેલા સૈનિકોને પણ તેની ખબર પડી નહોતી. જો કે આજે આટલા વર્ષો પછી પુરને કારણે આ ગુફા બંધ થઈ ગઈ છે.  

મંદિરના મહંત કહે છે કે, હનુમાનજીના મંદિરમાં આવેલી આ ગુફા મારા દાદાજીએ જોઈ હતી. આ ગુફામાં 100 વ્યક્તિઓ સમાઈ શકે એટલો મોટો રૂમ હતો. તેમજ ઘોડેસવાર પણ પસાર થઈ શકે એટલી મોટી હતી. આ ગુફાના રસ્તે જ શિવાજી મહારાજે ઔરંગઝેબના નાણાંમંત્રી એનાયતખાન, જે સુરતમાં તે સમયે રાજ કરતો હતો એને સંદેશો મોકલ્યો હતો. 

આજે પણ મંદિરમાં સમર્થ ગુરુ રામદાસની પાદુકા યજ્ઞક્ષેત્ર અને શિવાજી મહારાજે બનાવેલી ગુફા છે. જે હવે પુરાઈ ગઈ છે, તેના દર્શન કરવા શ્રદ્ધાળુઓ આવે છે. 

અહી હનુમાનજીના સ્થાનકની સાથે સાથે શ્રી લલિતા યંત્રની પણ સ્થાપના કરાઈ હતી. જે અંદાજે 300 થી વધુ વર્ષ જૂનું છે. જેની સ્થાપના એક મહાન સાધુએ કરી હતી. હનુમાનજીને યંત્ર સ્વરૂપે પૂજન કરી શકાય તે માટે તેમણે આ યંત્રની સ્થાપના કરી હતી અને આ યંત્ર એક જ લાકડામાંથી બનાવાયું હતુ. જેની પૂજા પુષ્ય નક્ષત્રમાં જ કરવામાં આવે છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link