સુરત ટેક્સટાઈલ માર્કેટમાં છવાયો ફિલ્મ `પુષ્પા` નો રંગ, બજારમાં આવી સાડી, દેશ-દુનિયામાંથી ઓર્ડરનો ઢગલો
આ પ્રિન્ટેડ સેમ્પલ સાડીની દુકાનમાં આવ્યા બાદ તેમણે સોશિયલ મીડિયા પર મૂકી હતી. ત્યારબાદ તરત જ સુરત અને અન્ય શહેરના વેપારીઓને આ ડિઝાઈન પસંગ આવવા લાગી છે. અને ચરણપાલ સિહને ઓર્ડર પણ મળવા લાગ્યા છે. આ સાડીના ઓર્ડર મળતાં વેપારીના ચહેરા પર ખુશીની લહેર જોવા મળી છે.
આ વિશે મળતી માહિતી પ્રમાણે ફિલ્મ પુષ્પા ધ રાઇઝ છેલ્લા એક મહિનાથી ફિલ્મી પડદે તેમજ લોકોમાં ધૂમ મચાવી રહી છે. દેશ અને દુનિયાના લાખો લોકોએ તેને જોઈ છે અને તેની લાખો રીલ પણ બની છે. ત્યારે સુરત ટેક્સટાઈલ માર્કેટમાં ‘પુષ્પા સાડી' થી એક અનોખી શરૂઆત કરવામાં આવી છે, જો કે આ સાડી બનાવવાની શરૂઆત એક શોખ માટે કરવામાં આવી હતી, પણ જેવી તેની પ્રિન્ટની સાડીઓ સોશિયલ મીડિયા પર આવી કે તુરત જ ઓર્ડર મળવા લાગ્યા છે.
એશિયાની સૌથી મોટી સુરત ટેક્સટાઈલ માર્કેટમાં આ પહેલો પ્રયોગ નથી, પરંતુ સ્થાનિક કાપડના વેપારીઓ સમયાંતરે શોખ અને કોમર્શિયલ સ્તરે આવા નુસખા અજમાવતા હોય છે. માર્કેટના યુવાન કાપડ વેપારી ચરણપાલ સિંહે પુષ્પા ફિલ્મ જોયા બાદ કલાપ્રેમી તરીકે છ મીટરની સાડી પર પ્રિન્ટ કરાવી લીધી હતી. પ્રિન્ટેડ સેમ્પલ સાડીની દુકાનમાં આવ્યા પછી તેણે તેને સોશિયલ મીડિયા પર મૂક્યું, પછી તરત જ સ્થાનિક અને બહારના કાપડ બજારના વેપારીઓને આ ડિઝાઇન પસંદ આવવા લાગી અને તેમને ઓર્ડર પણ મળવા લાગ્યા.
હાલમાં આ સાડી સુરતમાં માત્ર એક જ મિલમાં પ્રિન્ટ થઈ રહી છે, પરંતુ જેમ જેમ ક્રેઝ વધતો જાય છે તેમ તેમ અન્ય મિલોમાં પણ પ્રિન્ટ થવાનો અવકાશ છે.