મા-દીકરીએ મળીને સુરતીઓને ઉલટા વડાપાંઉનો ચસ્કો લગાડ્યો, સ્ટાર્ટઅપ બન્યું ચર્ચાનું કેન્દ્ર
સુરતના પાલ આરટીઓ રોડ પર જાઓ ત્યારે એક ફૂટપાથ પર એક માતા અને દીકરી વડા પાવ વેંચતા દેખાય છે. આ વડાપાવ પણ જેવા તેવા નહિ, પરંતુ ઉલ્ટા વડાપાંવ હોય છે. જી હાં આ વડાપાંવની ખાસિયત જ એ છે કે આ સાદા વડાપાંવ નહીં પરંતુ ઉલ્ટા વડા પાંવ છે. બીજી અગત્યની વાત એ છે કે, એક યુવા દીકરી, જે અંગ્રેજીમાં લિટરેચર ભણી છે, તેને સારી નોકરી છોડીને પોતાની માતા સાથે ઉલ્ટા વડાપાંવ વેચવાનું સ્ટાર્ટઅપ શરૂ કર્યું છે.
પાલ આરટીઓ ઉપર સાંજના સમયે આ ઉલટા વડાપાવની લારી પર મોટી સંખ્યામાં ભીડ જોવા મળતી હોય છે. તેનું મુખ્ય કારણ એ છે કે ઉલ્ટા વડાપાઉં. આ ઉલ્ટા વડાપાંવ થોડાક સમયમાં સમગ્ર સુરતમાં ફેમસ થઈ ગયા છે. ભવ્ય ઉમરીગર આ વિશે જણાવે છે કે, મેં અંગ્રેજી લિટરેચરમાં ગ્રેજ્યુએશન કર્યું છે. બાદમાં હું એચઆર રેકયુટર તરીકે નોકરી કરતી હતી. કોરોના બાદ મેં નોકરી છોડીને બિઝનેસ કરવાની શરૂઆત કરી.
આ બિઝનેસ એક નાની લારીથી શરૂ કરવાનો આઈડિયા ભવ્યને આવ્યો. બિઝનેસ શરૂ કર્યા બાદ તેણે અનેક ઘણા ઉતાર-ચઢાવ જોયા, છતાં પણ તેણે હિંમત હાર્યા વગર પોતાના પરિવારના સપોર્ટથી આ વડાપાવની લારીની શરૂઆત કરી હતી.
ભવ્યના પિતા પણ એન્જિનિયર છે અને ભાઈ એન્જિનિયરનો અભ્યાસ કરી રહ્યો છે. આમ તો લોકોને વડાપાઉં દરેક જગ્યાએ મળી જાય છે, પરંતુ લોકોને કંઈક નવું આપવા માટેનો આઈડિયા ભવ્યનો હતો. આ માટે તેણે ઉલટા વડાપાઉ બનાવ્યા. ઉલ્ટા વડા પાઉંમાં ખાસ ચટણી વાપરવામાં આવે છે અને તેની અંદર ચીઝ મૂકવામાં આવે છે અને ત્યારબાદ ચણાના લોટમાં નાખી તળવામાં આવે છે.