રફતારની રાણીની તસવીરો થઈ વાયરલ, આ ગુજ્જૂ ગર્લના જલવા જોઈ થઈ જશે આંખો ચાર
બારડોલીની એક યુવતીને સુરતમાં આવીને બાઈકના સ્ટંટ કરવા ભારે પડ્યા છે. બારડોલીથી સુરત (surat) આવીને બાઈક સ્ટંટ કરતા વીડિયો ઉતરીને યુવતીને જેલમાં જવાનો વારો આવ્યો છે. પોલીસ કન્ટ્રોલ રૂમને આ વીડિયો મળ્યો હતો. ઉમરા પોલીસે જોખમી સ્ટંટ કરવા અને લોકોના જીવ જોખમ મૂકવા બાબતે યુવતી સામે ગુનો નોંધ્યો છે.
ઉમરા પોલીસે યુવતી વિરુદ્ધ કાર્યવાહી કરી તેની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું કે, આ યુવતીનું નામ સંજના ઉર્ફે પ્રિન્સી ચંદ્રકિશોર પ્રસાદ છે. સંજના મૂળ બારડોલીની છે. તે બોરડાલી કોલેજમાં બી.કોમના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. સંજના ઉર્ફે પ્રિન્સીના ઇન્સ્ટાગ્રામ પર 3.27 લાખ ફોલોઅર્સ છે. ઇન્સ્ટાગ્રામ પર સંજનાએ પાંચથી 6 આઇડી બનાવ્યા છે. જે પૈકી એક આઇડીમાં 513 પોસ્ટ અપલોડ કરી છે.
આ 513 પોસ્ટ પૈકી 80 ટકાથી વધુ પોસ્ટ કેટીએમ, બુલેટ સહિતના બાઇક પર રાઇડીંગ કરતા વિડીયો, કાર ડ્રાઇવ સહિતના વીડિયો છે. આ વીડિયો સુરત પોલીસના હાથે લાગતા પોલીસ કાર્યવાહી હાથ ધરી હતી. સંજના ઉર્ફે પ્રિન્સીએ માસ્ક પહેર્યા વિના બાઇક રાઇડીંગ કરવા બદલ એપેડમિક ડિસીઝ એક્ટ અને લોકોની જીંદગી ભયમાં મૂકવા બદલ ગુનો નોંધી અટકાયત કરી છે.
સુરત પોલીસે સંજના સામે જોખમી સ્ટંટ અને માસ્ક વગર ડ્રાઈવિંગ કરવા માટેનો ગુનો નોંધ્યો છે. જોકે, તેને જામીન મળી ગયા છે. જોકે, યુવતી પાસેથી કબજે કરાયેલું બાઈક યુવતીનું પોતાનું નથી. GJ 22 L 9378 નંબરનું આ બાઈક તેના મિત્ર મોહંમદ બિલાલ રૂસલ ધાંચીનું છે.
જેણે સંજનાને ફોટોગ્રાફી અને રાઈડિંગ માટે બાઈક આપી હતી. મોહંમદની આ બાઈક પર સંજનાએ સુરતના ડુમ્મસ રોડ પર જોખમી સ્ટંટ કર્યા હતા. આ જ બાઈક પર સંજનાના અનેક ફોટો અને વીડિયો છે, જે તેણે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યાં છે.
પ્રિન્સીએ ઈન્સ્ટાગ્રામ પર જે પણ ફોટો અને વીડિયો પોસ્ટ કર્યા છે તેમાં તેની ભવ્ય લાઈફસ્ટાઈલ જોઈ શકાય છે. ટૂંકા અને મોર્ડન કપડામાં પ્રિન્સીના બાઈક સ્ટંટ કરતા ફોટો અને વીડિયો તેના શોખને બતાવે છે.
તેના અનેક વીડિયોમાં તે છુટા હાથે બિન્દાસ્તપણે સ્પીડમાં કેટીએમ બાઇક હંકારતા નજરે પડી રહી હતી.