સુરતમાં લાકડાના વેસ્ટમાંથી બનાવાયા કાન્હા માટે હિંડોળા, જોઈને મન મોહી જાય
જન્માષ્ટમીને લઈને બજારમાં વિવિધ પ્રકારના ભગવાનના વાઘા સહિત અલગ અલગ ઝુલાઓ જોવા મળી રહ્યા છે. એન્ટિક ઝૂલાથી લઈને લાકડાના ઝૂલાઓ બજારમાં જોવા મળે છે. જો કે આ વખતે લોકોએ મોંઘા ઝૂલાના બદલે લાકડાના વેસ્ટમાંથી બનાવેલ ઝૂલા લેવાનું પસંદ કર્યું છે. છ થી લઇ એક ફૂટ સુધીના આ વેસ્ટ લાકડામાંથી તૈયાર થયેલા બેસ્ટ ઝુલા બનાવી શકાય છે.
ભગવાનની ભક્તિ સાથે પર્યાવરણની જાળવણી પણ કરવાનો આ સંદેશ હિચકો આપી રહ્યો છે. કાન્હાજી જે હીંચકામાં બિરાજમાન થશે તેની ખાસિયત છે કે આ પર્યાવરણને બચાવવા માટે સંદેશ આપે છે.
ખાસ કરીને લાકડાના ઝુલાઓ બનાવવા માટે વૃક્ષોનું નિકંદન નીકળતું હોય છે અને વૃક્ષો કપાતા પર્યાવરણમાં સમતુલા ખોરવાય છે. અને તેથી વૃક્ષો કાપવાના બદલે લાકડાને ક્ટ કરી તેમાંથી જે કચરો નીકળે તે કચરાની રિસાઈકલ કરીને તેમાંથી પ્લાય બનાવીને તેના પર ડિઝાઇન કરીને અમે હિચકાના અલગ અલગ પાર્ટ બનાવવામાં આવે છે.
લાકડાના વિવિધ પાર્ટને જોઇન્ટ કરીને હીંચકો તૈયાર થાય છે. 50 થી 60 અલગ અલગ પાર્ટ આ હિંચકામાં આવે છે અને તેની કિંમત પણ 400 થી લઈને 600 સુધી હોય છે.