માતેલા સાંઢની જેમ આવેલું ડમ્પર 15 મજૂરો પર ફરી વળ્યું, રુંવાડા ઉભા કરી દેવા અકસ્માતનો દ્રશ્યો

Tue, 19 Jan 2021-8:42 am,

સૂઈ રહેલી બે બાળકીઓ સહી સલામત જીવિત બચી ગઈ છે. પરંતુ જ્યાં બંને બાળકીઓનો જીવ બચી ગયો, પરંતુ બંને નાની બાળકીના માથા પરથી માતા-પિતાનો છાંયો ગુમાવી ચૂકી છે. મોટી બહેન પણ પોતે મા હોય એમ જ તેની નાની બહેનને ખોળામાં સૂવડાવી દૂધ પીવડાવી રહી હતી.

આ ઘટનામાં 15 જેટલા શ્રમજીવીઓના કરૂણ મોત નિપજ્યા છે. તમામ શ્રમજીવીઓ રાજસ્થાનના કુશલગઢના રહેવાસી છે. મોત ક્યાં કોઈને આવી જાય તેની કોઈને ખબર નથી પડતી, શ્રમજીવી પરિવાર મહેનત મજૂરી કરી થાકી આવીને સૂતા હતા. પંરતુ તેમને ખબર ન હતી કે, આવનારી સવારે તેમની આંખ જ નહીં ખૂલે. હાલ હજુ પણ કેટલાક શ્રમજીવીઓ સ્મીમેર હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે અને મોતનો આંકડો હજી વધવાની આશંકાઓ સેવાઇ રહી છે.

આજના મંગળવારના દિવસે સુરત જિલ્લા માટે અમંગળ કહી શકાય તેવી ગોઝારી ઘટના બની છે. કીમ ચાર રસ્તા નજીક રોડની બાજુમાં આવેલી ગટર પર સુતેલા પરપ્રાંતિય શ્રમિકો પર ડમ્પર ચડી જતા 15 જેટલા શ્રમિકોના કરુણ મોત નિપજ્યા હતા. શ્રમિકોના મૃતદેહોને દ્રશ્યો હૃદયને કંપારી છૂટી જાય એવા હતા. ડમ્પર કીમ નેશનલ હાઇવે પરથી માંડવી તરફ જઈ રહ્યું હતું ત્યારે સામેથી શેરડી ભરેલા ટ્રેક્ટર સાથે ભટકાતા ડમ્પર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. ત્યારે ડેમ્બર રોડની બાજુમાં આવેલી ગટર પર ચડી જઇ મીઠી નીંદર માણી રહેલા શ્રમજીવીઓ પર ફરી વળ્યું હતું.

અકસ્માતના દ્રશ્યો રુંવાડા ઉભા કરી દે તેવા હતા. અકસ્માત બાદ કોસંબ પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. તો સાથે જ મૃતદેહો જોઈ અરેરાટી થઈ ગઈ હતી. તમામ મૃતદેહો ઉઠાવતા લોકોમાં કંપારી છૂટી ગઈ હતી. પોલીસે વહેલી તકે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવાની કામગીરી કરી હતી.  

રાજસ્થાનના મજૂરો એક મહિનાથી રહેતા હતા. એક મહિનાથી આ ગટરનું ઢાંકણુ જ તેમનું ઘર બન્યું હતું. રાજસ્થાનની આવેલા અલગ અલગ મજૂર પરિવારો અહી રહેતા હતા. મોડી રાત્રે મચ્છરદાનીમાં અલગ અલગ પરિવારો સૂઈ રહેલા હતા, ત્યારે માતેલા સાંઢની જેમ આવેલું ડમ્પર તમામ પર ફરી વળ્યું હતું. 

અકસ્માતમાં જે બે માસુમ બાળકીઓ બચી ગઈ તેમાં એક બાળકી થોડી મોટી છે, તો બીજી બાળકી માંડ એક વર્ષની હતી. પરંતુ મોટી બાળકી હજી પણ કંઈ સમજી શકી નથી કે તેની આસપાસ શું થઈ રહ્યું છે. તે સવારે ઉઠી તો તેના માતાપિતા તેની પાસે ન હતા. આસપાસ ભાગદોડ મચી ગઈ હતી. તે તેની નાની બાળકીને લઈને બેસી રહી હતી. દયા આવી જાય તેવો આ બે માસુમ બાળકીના દ્રશ્યો હતો.  

અકસ્માતને પગલે આસપાસના લોકો મદદે આવી ગયા હતા. પરંતુ સ્થળ પર જે રીતે મજૂરોના મૃતદેહો પડ્યા હતા, તેમજ તેમનો સામાન વેરવિખેર પડ્યો હતો તે જોતા તેઓ પણ હેબતાઈ ગઈ હતી. આ દ્રશ્યો સ્થાનિકો માટે સુંવાડા ઉભા કરી દે તેવા હતા. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link