અદભૂત....!!!! લોખંડી પુરુષની સૌથી વિશાળ અને સૌથી મિનિયેચર સ્ટેચ્યુ પણ ગુજરાતમાં જ છે

Tue, 04 Feb 2020-7:36 pm,

ગુજરાત માટે ગૌરવની વાત એ છે કે વિશ્વની સૌથી મોટી પ્રતિમા એટલે સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ ગુજરાતમાં છે અને સૌથી નાની સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રતિમા પણ ગુજરાતમાં છે. આ બંને પ્રતિમાઓએ રેકોર્ડ સર્જ્યો છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે સુરતની એક થ્રીડી એનિમેશન બનાવતી કંપનીએ આ કરામત કરી બતાવી છે. રેસિન મટિરીયલથી 13mmની વિશ્વનું સૌથી નાની સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવવામાં આવી છે. જેનું વજન પણ એક ગ્રામ જેટલું નથી. આ નાની રેપ્લીકા માત્ર 30 મિનિટમાં બનાવવામાં આવી. આ મિની સ્ટેચ્યુ બનાવવાનો વિચાર ત્યારે શરૂ થઈ ગયો, જ્યારે વિશ્વની સૌથી ઊંચી અને વિશાળ પ્રતિમા ગુજરાતમાં સ્થાપિત કરવામાં આવી હતી.

મિની સ્ટેચ્યુ બનાવનાર હાર્દિક પ્રજાપતિ કહે છે કે, થ્રીડી ક્લચર માટે લેર બાય લેયર આ પ્રતિમા તૈયાર કરવામાં આવી હતી. અલ્ટ્રાવાયોલેટ લેસરની મદદથી તેની ઉપર બારીકીથી ધ્યાન મૂકવામાં આવ્યા હતા. જેથી આ સ્ટેચ્યુ ઓફ યુનિટીની આબેહૂબ નકલ બની શકે. આ પ્રતિમા એટલી નાની છે કે સામાન્ય આંખોથી જોવા પણ મુશ્કેલી થાય. પરંતુ 3ડી ઈફેક્ટ હોવાના કારણે એકદમ સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવી લાગે છે. સરદાર વલ્લભભાઈ પટેલના દેશ માટે પ્રેમ અને તેમના સમર્પણને લઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવવામાં આવી અને આ જ ઉદ્દેશથી સૌથી નાની પ્રતિમા પણ ગુજરાતના સુરત શહેરમાં બનાવવામાં આવી છે. જ્યારે બીજુ કારણ છે કે લોકોમાં વીડિયો એનિમેશન અને તેનાથી ઉત્પન્ન થનાર સ્કીલ ડેવલપમેન્ટને લઈ આ પ્રયોગ કરવામાં આવ્યો છે.

વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયા બાદ હવે ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં આ પ્રતિમા સામેલ થાય તેની તજવીજ હાથ ધરાઇ છે. પરંતુ ગુજરાત માટે ગૌરવની વાત એ છે કે દેશના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની સૌથી ઊંચી અને વિશાળકાય પ્રતિમા અને સૌથી નાની અને ઓછા વજનની પ્રતિમા પણ તેમના ગુજરાતમાં છે.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link