સુરતની આ સુંદર મોડલ સાથે એવુ તો શુ થયું કે આપઘાત કરી લીધો, બેડરૂમમાં મૃત હાલતમાં મળી
સુરતમાં એક મોડલ તરીકે કામ કરતી યુવતીએ આપઘાત કરી લીધો હતો. સુરતમાં વેસુના હેપ્પી એલિગન્સ રેસિડેન્સી આપઘાતનો બનાવ બન્યો હતો. તાન્યા ભવાનીસિંગે ગળેફાંસો ખાઈને જીવનનો અંત આણ્યો હતો. પ્રેમ પ્રકરણમાં તેણે આપઘાત કર્યો હોવાની આશંકા સેવાઈ રહી છે. પરિવારીન એકની એક દીકરીએ આપઘાત કરી લેતા પરિવાર શોકમાં ગરકાવ છે.
તાન્યાના પિતા સુરતની એક મિલમાં કામદાર છે. તાન્યા ગત રોજ રાત્રે ઘરે આવી હતી, અને તેના બાદ તેણે આપઘાત કર્યો હતો. આખરે તેની સાથે શું થયુ હતું. વહાલસોયી દીકરીના આપઘાતના પગલે પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો.
તાન્યા મોડેલિંગના ક્ષેત્રમાં પોતાની કારકિર્દી વધારવા માંગતી હતી. જોકે, તેણે પ્રેમ પ્રકરણમાં તેણે આપઘાત કર્યો હોવાની દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. જોકે, હજી આ મામલે તપાસ ચાલી રહી છે.