પિતાએ જમીન વેચીને દીકરીનુ સપનુ પૂરુ કર્યું... અને પટેલ પરિવારની મૈત્રી બની દેશની પ્રથમ નાની વયની પાયલોટ
મૈત્રી પટેલના પિતા સામાન્ય ખેડૂત છે. તેમની ઈચ્છા હતી કે, તેમની દીકરી પાયલટ બને. આ માટે મૈત્રી પણ 8 વર્ષથી હતી ત્યારે તે પાયલટ બનવાના સપના જોતી હતી. આ માટે એક પિતાએ જ્યારે પ્રયાસો કર્યા તો નિષ્ફળ નિવડ્યા. તેમણે મૈત્રીને પાયલટ (Indias youngest pilot) બનાવવા બેંકમા લોન માટે અરજી કરી હતી, તો તેમને તે મળી ન હતી. પરંતુ દીકરીનુ સપનુ પૂરુ કરવા મક્કમ પિતાએ આખરે પોતાની જમીનનો એક ટુકડો વેચી દીધો અને તેને પાયલટ બનાવવા અમેરિકા મોકલી.
અમેરિકા (America) પહોંચ્યા બાદ મૈત્રી પટેલ પોતાનુ સપનુ પૂરુ કરવામાં લાગી ગઈ હતી. વિમાન ચલાવવા માટેની ટ્રેનિંગ 18 મહિનાની હોય છે, પણ તેણે માત્ર 11 મહિનામાં જ આ ટ્રેનિંગ પૂરી કરી લીધી હતી. જેના સાહસના બિરદાવતા અમેરિકાએ પણ તેને કોમર્શિયલ વિમાન ઉડાવવાનું લાયસન્સ આપી દીધું. આ સાથે જ મૈત્રી ભારતની સૌથી નાની વયની પાયલટ બની છે.
મૈત્રી પટેલના પિતા કાંતિલાલ પટેલે કહ્યું કે, અમારી ઇચ્છા હતી કે તે અમને પ્લેનમાં ફેરવે અને અમારી ઈચ્છા તેણે પૂરી કરી છે. ટ્રેનિંગ પૂર્ણ કરીને સુરત આવેલી દીકરીનું પટેલ પરિવાર દ્વારા ભવ્ય સ્વાગત કરાયુ હતું.
મૈત્રીને અમેરિકા તરફથી તો લાઈસન્સ મળી ગયુ છે. પરંતુ ભારતમાં વિમાન ઉડાવવા માટે તેને ભારતના નિયમો અનુસાર ટ્રેનિંગ લેવી પડશે. તેના બાદ જ તેને લાયસન્સ મળશે.