તિરંગાના રંગે રંગાયું સુરત, ડિઝાઈનરવેરના એક્ઝિબિશનમાં ઝળકી દેશભક્તિની ઝાંખી

Wed, 25 Jan 2023-4:33 pm,

26 જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વને લઈ દેશભક્તિ બતાવવા લોકો થનગનતા હોય છે. આ દિવસની લોકો જુદી જુદી રીતે ઉજવણી કરતા હોય છે, ત્યારે સુરતના પીપલોદ વિસ્તારમાં આવેલી ફેશન ડિઝાઇનિંગ ઇન્સ્ટિટયૂટની વિદ્યાર્થીનીઓ દ્વારા ખૂબ જ વિશેષ કપડાંઓ તૈયાર કરવામાં આવ્યા છે. 

પ્રજાસત્તાક દિન પર્વ નિમિત્તે વિદ્યાર્થીનીઓએ પોતાની કળા આકર્ષક વસ્ત્રો બનાવીને બતાવી છે. વિદ્યાર્થીનીઓએ પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગરૂપે તિરંગાની સ્ટાઇલમાં અવનવા આકારમાં વસ્ત્રો બનાવી દેશભક્તિ અદા કરી છે. વિદ્યાર્થીનીઓ દ્વારા ૩૦થી વધુ ડિઝાઇનમાં આ પ્રકારે વસ્ત્રો બનાવવામાં આવ્યા છે. આ તમામ વસ્ત્રો પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા છે. 

સુરતની ફેશન ડિઝાઇનીંગમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓમાં જુદા જુદા પ્રકારે વસ્તુઓ બનાવવાની આગવી કળા હોય છે અને તે જ પ્રકારે તેમને શીખવવામાં આવે છે. ત્યારે આઈ ઇન્સ્ટિટયૂટની વિદ્યાર્થીનીઓએ આ તમામ વસ્ત્રોમાં પણ પોતાની આગવી કળા રજૂ કરી હતી. 30થી વધુ બનાવેલ જુદી જુદી સ્ટાઇલના આ વસ્ત્રો માત્ર કાપડમાંથી જ બનાવવામાં આવ્યા નથી. 

પરંતુ તેમાં જુદા જુદા પ્રકારની સાધન સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ જેટલા પણ વસ્ત્રો દેખાય છે, તે કાપડ ઉપરાંત કાગળ, ફેબ્રિક્સ, પેપર કપ જેવી જુદી જુદી વસ્તુઓનો ઉપયોગ કરી તિરંગા સ્ટાઇલમાં વસ્ત્રો બનાવ્યા હતા. આ પ્રકારના વસ્ત્રો બનાવવા માટે વિદ્યાર્થીનીઓ છેલ્લા ચારથી પાંચ દિવસથી મહેનત કરી રહ્યા હતી.

ફેશન ડિઝાઇનિંગના વિદ્યાર્થીનીઓએ પ્રજાસત્તાક પર્વને દેશભક્તિમાં માહોલ બની રહે તે પ્રકારે વસ્તુઓની ડિઝાઇન કરી છે. તમામ વસ્ત્રો તિરંગા સ્વરૂપમાં બનાવીને તેને પ્રદર્શનમાં રાખવામાં આવતા ઇન્સ્ટિટયૂટનું માહોલ દેશભક્તિમય બની ગયો છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link