આ છે અસલી બહાદુરી! વરસતા વરસાદમાં વૃદ્ધ દંપતી માટે દેવદૂત બનીને આવી સુરત પોલીસ

Fri, 28 Jun 2024-4:07 pm,

રાંદેર પોલીસ વૃદ્ધ દંપતીની મદદ માટે આગળ આવ્યું છે. વૃદ્ધ દંપતીને કોઈ સંતાન ન હતું, ત્યારે રાંદેર પોલીસની ટીમ સંતાન સ્વરૂપે આગળ આવી વરસતા વરસાદમાં મદદરૂપ થઈ. રાંદેર પોલીસની ટીમે દંપતીને પતરાના શેડ નાંખી આપ્યા હતા. એટલું જ નહિ, પોલીસે  વૃદ્ધને ફોન પણ આપ્યો હતો. રાંદેર પોલીસની ફરજમાં આવતું નથી છતાં રાંદેર પોલીસ આ રીતની જવાબદારી નિભાવી રહી છે. 

આ પહેલા પણ સુરત પોલીસે સરાહનીય કામગીરી કરી છે. બીજા કિસ્સાની વાત કરીએ તો, એક અરજદાર પોતાના એટીએમમાં રૂપિયા 3.50 ડિપોઝિટ કરવા માટે ગયો હતો, અને ત્યાંજ ભૂલી ગયો હતો. તે પૈસા રાંદેર પોલીસે અરજદારને પરત અપાવ્યા છે. અરજદારે પોતાના ડિપોઝિટ કરવા માટે એટીએમમાં રૂપિયા 3.50 લાખ ભૂલી ગયો હતો. જે પૈસા તે પાછો લેવા ગયા હતો પરંતુ તેને મળ્યા નહીં. જેથી અરજદારે તાત્કાલિક રાંદેર પોલીસ નો સંપર્ક કર્યો હતો. પોલીસે આ મામલાને ગંભીરતાથી લઈ તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. 

જેમાં પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે મળેલા પૈસા વ્યક્તિ પાસે પહોંચાડ્યા હતા. તેની પહેલા જે વ્યક્તિને આ પૈસા મળ્યા હતા તેને પોતે પોલીસનો સંપર્ક કર્યો હતો કે, આ રીતે એટીએમ માંથી પૈસા મળ્યા છે. જેથી તે વ્યક્તિએ પૈસા સાચવીને રાખ્યા હતા. અને પોલીસને પૈસા સુપ્રત કર્યા હતા. અંતે પોલીસે અરજદારને ખોવાયેલ રૂપિયા 3.50. લાખ પરત કર્યા હતા. અરજદારને પૈસા પરત મળતા જ તેના આંખોમાં હર્ષના આસું આવી ગયા હતા.

ગત મહિને પણ સુરત રાંદેર પોલીસે સાયકલ પર આઈસ્ક્રીમ ફેરી કરતા શ્રમજીવીને નવી સાયકલ અપાવી માનવતા ઉજાગર કરી હતી. આઈસ્ક્રીમની ફેરી કરતા શ્રમજીવીની જીવાદોરી સમાન સાયકલ તૂટી જતા આધેડ દ્વારા આ બાબતે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પોલીસ મથક ગયા હતા. જ્યાં રાંદેર સી ટીમ દ્વારા શ્રમિકને નવી  સાયકલ ખરીદી આપી હતી. જેથી તેઓ તેમનાં પરિવારનું ગુજરાન ચલાવી શકે. રાંદેર સી ટીમ દ્વારા શ્રમિક યુવકને નવી સાયકલ ખરીદી આપતા ફેરિયાની આંખમાંથી હર્ષનાં આંસુ સરી પડ્યા હતા.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link