સુરત પોલીસની આ કામગીરી માટે તાળીઓનું સન્માન પણ ઓછું પડશે, રસ્તે ભટકતા માજીને ‘ઘર’ આપ્યું

Sun, 09 Jul 2023-4:46 pm,

સુરતના ઉધના વિસ્તારની આશાનગર સોસાયટીનો બનાવ છે. ધોધમાર વરસતા વરસાદ વચ્ચે સુરત પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે. એક વર્ષથી ફૂટપાર્થ ઉપર જીવન ગુજરાત 82 વર્ષના માજીને મદદ કરી છે. આ માજીને સુરતની ઉધના પોલીસે રસ્તેથી ઉઠાવીને વૃદ્ધાશ્રમમાં આશરો અપાવ્યો છે.   

આ વિશે સુરત પોલીસના ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું કે, માજી જર્જરિત મકાનને કારણે સોસાયટીના ફૂટપાથ પર રહેતા હતા. આવામાં તેમના પાડોશીઓ તેમના માટે ભોજનની વ્યવસ્થા કરતા હતા. વરસાદમાં ભીંજાતા હોવા છતાં પણ માજી ફૂટપાથ છોડવા તૈયાર ન હતા. આવામાં 82 વર્ષના માજીને એક સુરક્ષિત જગ્યા પર લઈ જવામાં ઉધના પોલીસ સફળ થઈ છે.

સુરતના ઉધના આશાનગર વિસ્તારમાં એક નિરાધાર વૃધ્ધા છેલ્લા ઘણા સમયથી રોડ પર રહી જીવન વિતાવી રહ્યા હતા..વૃધ્ધા રોડ પર સુતા હતા અને ત્યાં જ રેહતા હતા..ત્યારે આ ૮૨ વર્ષીય વૃધ્ધા ખુબ જ અશક્ત હતા.વૃધ્ધાનું મકાન જર્જરિત હોવાથી તેઓ સોસાયટીના ફૂટપાથ પર રેહતા હતા અને સોસાયટીના લોકો વૃધ્ધાને ભોજન આપતા હતા. ત્યારે હાલ ચોમાસાનું વાતાવરણ હોવાથી રોડ પર પાણી ભરાઈ જતા હોય છે આ સાથે જ વૃધ્ધા જ્યાં રેહતા હતા ત્યાં પણ પાણી પડતું હતું. જેથી આજુબાજુના લોકોએ ઉધના પોલીસને સમગ્ર બાબતે જાણ કરી હતી. ત્યારે ઉધના પોલીસ મથકના પોલીસ જવાનો ઘટના સ્થળે પહોચ્યા હતા. વૃધ્ધાને સમજાવી ઓલ્ડ એજ હોમમાં ખસેડયા હતા. 

વૃધ્ધાને લોક કલ્યાણ વૃધ્ધાશ્રમ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત ઓલ્ડ એજ હોમમાં અત્યારે મુકવામાં આવ્યા છે. આ ટ્રસ્ટ બિનવારસી લોકો, વયોવૃદ્ધ લોકો અને નિરાધાર લોકોની સાર સંભાળ રાખે છે. હાલ તો વૃધ્ધાની પોલીસ જવાનોએ કરેલી મદદને લોકો બિરદાવી રહ્યા છે અને પોલીસ જવાનોએ પણ વૃધ્ધાની મદદ કરી પોતાનું માનવતારૂપ લોકોને બતાવી દીધું છે.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link