સુરતના ટેબલ ટેનિસના ગોલ્ડ મેડાલિસ્ટ હરમીત દેસાઈ પ્રેમિકા સાથે લગ્નગ્રંથીમાં જોડાયા, 17મીએ ગ્રાન્ડ રિસેપ્શન
જાણવા મળી રહ્યું છે કે સુરતના હરમીત દેસાઈએ કોલકત્તામાં 200 મહેમાનોની હાજરીમાં લગ્ન કર્યા છે. આ લગ્ન સમારોહમાં ગુજરાતી મહેમાનો માટે પંજાબી વાનગીઓ પણ પીરસવામાં આવી હતી. લગ્ન પહેલાં મહેંદી સેરેમની રાખવામાં આવી હતી, અને ત્યારબાદ લગ્નના સાત ફેરા લેવાયા હતા.
અત્રે નોંધનીય છે કે સુરતના ટેબલ ટેનિસના ગોલ્ડ મેડાલિસ્ટ હરમીત દેસાઈની પ્રેમિકા ક્રિત્વિકા સિન્હા રોય પણ ભારતીય વુમન મહિલા ટેબલ ટેનિસ ટીમની જાણીતી ખેલાડી છે. 2019માં કોમન વેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડાલિસ્ટ રહી છે.. આ સિવાય ક્રિત્વિકા ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનમાં અધિકારી છે.
આગામી 17 ડિસેમ્બરના રોજ સાંજે રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભારતીય ટેબલ ટેનિસ ટીમના સ્ટાટ અને હરમીતના સાથી ખેલાડીઓ શરથ કમલ, સત્યેન, શરદ, ઘોષ, ધનરાજ ચૌધરી અને ટીટી એસોસિએશનના સેક્રેટરી એ.પી.સિંહ હાજર રહેશે.
અત્રે નોંધનીય છે કે, 2019માં ભારત સરકારના યુવા બાબતો અને રમતગમત મંત્રાલય દ્વારા હરમીત દેસાઈને અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો હતો.