બોલિવુડ-ટેલિવુડ સ્ટાર્સની લાડલી બની ગઈ સુરતની ટેણકી આર્યા, Photos જોઈને નજર ન લગાડતા

Fri, 18 Dec 2020-9:19 am,

બૉલિવુડમાં હવે ગુજરાતી કલાકારો પોતાના અભિનયથી ધૂમ મચાવી રહ્યા છે. એક પછી એક ઉભરતા સિતારાઓ ગુજરાતથી મળી રહ્યાં છે. ત્યારે સુરતના કતારગામના સાકરીયા પરિવારની સાડા ત્રણ વર્ષની આર્યા આટલી નાની ઉંમરમાં અભિનય ક્ષેત્રે પોતાનું નામ બનાવવામાં સફળ થઈ છે. સિરિયલ ‘હમારીવાલી ગૂડ ન્યૂઝ6માં જુહી પરમાર સાથે કામ કરતી આ આર્યા બોલિવૂડ જગતમાં ધીમે ધીમે ફેમસ થઈ રહી છે.   

2020માં જ યોજાયેલા એવોર્ડ સમારોહમાં પણ ટબૂકડી સ્ટાર આર્યાએ એવોર્ડ મેળવી લીધો છે. ટીવી સીરિયલ ઉપરાંત ‘બ્રોકન ટુ’ નામની વેબસીરિઝમાં પણ કામ કરી ચૂકી છે. આ સિવાય વેસ્ટસાઈડ, ટાટા સ્કાય, ટીવીસી, પુમા, એસબીઆઈ લાઈફ જેવી કંપનીઓની જાહેરાતોમાં ચમકી છે.

બાર્બી ગર્લ સીરિયલોની સાથે સાથે બોલિવૂડ ફિલ્મમાં પણ અભિનય કરી ચૂકી છે. મહેશ ભટ્ટના ડાયરેક્શનમાં ‘સડક-2’માં તેણીએ આલિયા ભટ્ટના બાળપણનો રોલ નિભાવ્યો છે.

પોતાની સ્ટાઈલ અને મીઠા અંદાજની બોલી સાથે બોલિવૂડના કલાકારોની માનીતી બનેલી આર્યા સાકરીયાને સુરત સાથે ખૂબ જ પ્રેમ હોવાની વાત પણ કરી હતી. કેટલોગથી શરૂઆત કરીને 9 ફેબ્રુઆરી 2017માં જન્મેલી સુરતની આ આર્યા અનેક કંપનીઓના કેટલોગ પર કામ કરી ચૂકી છે. 

આટલી નાની ઉંમરમાં સુરતથી બોલિવૂડ સુધીની સફર કરનારી આર્યાને જોઈને કોઈ પણ વ્યક્તિ પ્રભાવિત થઈ જાય છે. સુરતના આ નવા ટેલેન્ટનો આજે આર્યા નવો ચહેરો બની છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link