ગુજરાતના રસ્તાઓ પર ફરતી ગોલ્ડન મર્સિડીઝનું કનેક્શન એક ખેડૂત સાથે નીકળ્યું

Fri, 27 Nov 2020-2:56 pm,

ગુજરાતના ખેડૂતો જે નક્કી કરી લે તે કરવામાં પાછળ રહેતા નથી. આ વાત ત્યારે સાબિત થઈ જ્યારે દક્ષિણ ગુજરાત સુરતના એક સોનાના ચાહક ખેડૂતે પોતાની 24 કેરેટ ગોલ્ડ રંગની મર્સિડીઝ કાર પોતાની માટે તૈયાર કરાવી હતી. સુરતના સચિન વિસ્તારના ખેડૂત સમીર પટેલને સોનુ ખૂબ જ પસંદ છે. તેઓ દૂબઈ ગયા હતા અને સોશિયલ મીડિયામાં જ્યારે અરબના શેખની ગોલ્ડન કાર જોઇ ત્યારે પોતાની મર્સિડીઝ કારને ગોલ્ડન રંગ આપવાનું નક્કી કર્યું હતું.   

સુરતના આ ખેડૂતનો સોનાનો ક્રેઝ એટલો છે કે, રોજે પોતાના શરીર પર 80 તોલા સોનાના દાગીના પહેરે છે. તેમની ઘડિયાળ, ગળાની ચેઇન, હાથનું બ્રેસલેટ, વિંટી, મોબાઈલ કવર બધું સોનાનું છે. સમીર પટેલે જણાવ્યું હતું કે, અરબ શેખની જેમ તેઓએ પોતાની કાર પણ ગોલ્ડન કરવા માંગતા હતાં. પરંતુ રિયલ ગોલ્ડની જગ્યાએ તેઓએ ફ્રાન્સની ટેકનોલોજીને વાપરી ખાસ ગોલ્ડન કલરથી કાર તૈયાર કરાવી છે.   

અરબના દેશોમાં શેખ જે રીતે પોતાની મર્સિડીઝ કારને ગોલ્ડન કરવાનો વિચાર કર્યો અને આ માટે તેમણે ઓટોમોબાઇલ નિષ્ણાત રવિ શાહનો સંપર્ક કર્યો હતો. ફ્રાન્સની ટેકનોલોજી વાપરી મર્સિડીઝને ગોલ્ડન રંગ આપવામાં આવ્યો છે. આ ટેકનોલોજી ગુજરાતમાં એકમાત્ર સુરતમાં છે. જેના દ્વારા કારને ડેમેજ કર્યા વગર તેના રંગ કરી શકાય અને નવો લૂક આપી શકાય છે.

આ અંગે રવિ શાહે જણાવ્યું હતું કે, તેમણે આ ખાસ ટેકનોલોજીના માધ્યમથી સમીર પટેલની ઈચ્છા પૂર્ણ કરી. સોશિયલ મીડિયામાં જ્યારે આ ગોલ્ડન કારની તસવીરો વાયરલ થઈ તો ગુજરાત જ નહિ ગુજરાત બહારથી પણ ઓર્ડર મળવા લાગ્યા છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link