પહેલાં `તારક મહેતા કા ઉલટા ચશ્મા`માં કરી ચૂકી છે કામ, જુઓ નવી `નાગિન` ની ગ્લેમર તસવીરો
સીરિયલ 'ઇશ્કબાઝ'માં અનિકાના ચુલબુલા પાત્ર બાદ નાગિનના રૂપમાં સુરભિ ચંદનાનો આ નાગિન અવતરાર ખૂબ ચોંકાવનારો છે.
ત્યારબાદ સુરભિએ લાલ રંગ પહેર્યો છે, સુરભિનો આ લુક જોરદાર વાયરલ થઇ રહ્યો છે
સુરભિ રેડ કલરના ડ્ર્રેસમાં એકદમ સુંદર અને ગ્લેમર લાગી રહી છે. તેના આ લુકને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે અને લોકો જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે.
'ઇશ્કબાજ' સીરિયલથી પોતાની ઓળખ બનાવનાર અભિનેત્રી સુરભિ ચંદના ટીવી જગતનો જાણીતો ચહેરો છે. સુરભિએ કોલેજકાળથી જ મોડલિંગ શરૂ કરી દીધું હતું.
સુરભિ ચંદનાએ સૌથી પહેલાં પોપ્યુલર શો 'તારક મહેતા કા ઉલટા ચશ્મા'થી શરૂઆત કરી હતી. શોમાં તેમને એક નાનકડો રોલ મળ્યો હતો.