ગુજરાતમાં તો આવું બધું ચાલ્યા કરે! 20 બાળકો શાળામાં હતા, અને શિક્ષકો તાળુ મારીને જતાં રહ્યાં

Sun, 18 Feb 2024-9:32 am,

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીની ફતેપુર પ્રાથમિક શાળામાં બાળકો રૂમમાં હતા અને શિક્ષકો રૂમ લોક કરીને ઘરે જતા રહેતા અફડાતફડી મચી જવા પામી હતી. બાદમાં શાળાના બાળકોએ રોકકળ સાથે આક્રાંદ કરી મૂકતા વાલીઓ શાળામાં દોડી ગયા હતા. મળતી માહિતી મુજબ શાળાનો ગેટ તોડીને વાલીઓએ બાળકોને બહાર કાઢ્યા હતા. 

પાટડી તાલુકાના ફતેપુરા પ્રાથમિક શાળાના શિક્ષકોની ઘોર બેદરકારી સામે આવી છે. ૨૦ થી વધુ બાળકોને શાળામાં બંધ કરી શિક્ષકો જતાં રહ્યાં હતા. ધોરણ ૧ માં અભ્યાસ કરતા અંદાજે ૨૦ થી વધુ બાળકો સતત રડતા ગ્રામજનોને જાણ થઈ હતી. જેથી ગ્રામજનો તેમને બચાવવા દોડીગ યા હતા. ગ્રામજનોઍ તાળા તોડી બાળકોને બહાર કાઢ્યા હતા. 

સરપંચ સહીતના આગેવાનો અને ગ્રામજનોઍ બાળકોને સહીસલામત બહાર કાઢ્યા હતા. શિક્ષકો શાળાને લોક કરી જતાં રહ્યાં અને ૨૦ થી વધુ બાળકો શાળામાં જ પુરાઇ ગયાં હતા. જોકે, શિક્ષકો દ્વારા માફી માંગી સમગ્ર મામલો થાળે પાડવાનો પ્રયાસ કરાયો હતો. પરંતુ આટલી હદે બેદરકારી કેટલી યોગ્ય કહેવાય. 

આટલી બેદરકારી બાદ તાલુકા શિક્ષણ અધિકારીએ જણાવ્યું કે, શિક્ષકોને એમ હતું કે વિદ્યાર્થીઓ ઘરે જતા રહ્યા હશે. બાદમાં જાણ થતાં શિક્ષકોએ જ આવીને બળકોને બહાર કાઢ્યા હતા.  

તો બીજી તરફ, ફતેપુર પ્રાથમિક શાળામાં વિધાર્થીઓ પુરાઇ જવા મામલે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા આચાર્ય અને શિક્ષકોને કારણદર્શક નોટીસ આપવામાં આવી છે. પાટડી તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા સમગ્ર મામલે જિલ્લા કક્ષાએ અહેવાલ આપ્યા બાદ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા નોટિસ આપવામાં આવી છે. સમગ્ર બનાવ અંગેની તપાસના રિપોર્ટ બાદ જવાબદારો સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે  

શાળામાં બાળકો પુરાઇ જવાની ઘટના બાદ તમામ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સ દ્વારા મિટીંગ કરી આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે કડક સુચના આપવામાં આવી તેમજ જિલ્લાની તમામ શાળાને લેખીત પણ જાણ કરવામાં આવશે. 

તક્ષશિલા કાંડ, બોટકાંડ બાદ પણ ગુજરાતમાં શિક્ષણ સ્તરે કોઈ સુધારા આવતા નથી. જાણે ગુજરાતમાં શિક્ષણમાં ઘોર બેદરકારી સામાન્ય વાત થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે. સરકારી શાળામાં શિક્ષકોની ઘટ, શિક્ષણનું નીચલું સ્તર, સરકારી શાળાઓ જર્જરિત આ બધા કિસ્સા બતાવે છે સરકારને ગુજરાતના બાળકોને ભણાવવામાં કોઈ રસ રહ્યો નથી. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link