25 વર્ષ સિગારેટ પીવા કરતા પણ વધુ ખતરનાક છે તમારા શરીરમાં 1 મહિના રહેલો કોરોના વાયરસ
આ કાયમી નુકસાન એટલી હદે હોય છે કે, કોઈ વ્યકિત 25 વર્ષથી સિગરેટ પીતો હોય તો તેના બંને ફેફસામાં જેટલું નુકસાન થાય તેથી વધારે નુકસાન કોરોનાના કારણે થાય છે.
એક બીજી મહત્વની વાત એ છે કે એકવાર કોરોનામાંથી બહાર આવ્યા બાદ એવું ન સમજવું કે કોરોના હવે ખતમ થઈ ગયો છે. કોરોનાની રિકવરી બાદ વ્યક્તિએ કેટલીક કાયમી સાવચેતી રાખવી પડે છે. કોઈ વ્યક્તિને જ્યારે કોરોના થાય છે તે બાદ ફેફસાંના વાયુકોષને રિકવર થતાં 12 મહિના લાગે છે.
કોરોના વાયરસના લક્ષણોની વાત કરીએ તો, માણસને કોરોના થયા બાદ ફેફસા 40 ટકા ડેમેજ થઈ જાય પછી શ્વાસ લેવામાં તકલીફ પડવાના લક્ષણો જોવા મળે છે. ત્યાં સુધી શ્વાસમાં તકલીફ થવાના લક્ષણો દેખાતા નથી.
ડોક્ટરોના રિસર્ચમાં સામે આવ્યું છે કે, આ કોરોનાથી ફેફસાને જે નુકસાન થાય તે પછી આગળના સમયમાં પણ ઘણું નુકસાન પહોંચાડી શકે છે. આમ ચોક્કસથી કહી શકાય કે, કોરોના વાયરસની બિમારી કોઈ સામાન્ય નથી. તે સીધા માણસના ફેફસા પર એટેક કરે છે અને એકવાર કોરોના થઈને સાજા થયા બાદ પણ 12 મહિના સતત સાવચેતી રાખવી પડે છે.