30 વર્ષ બાદ બીજીવાર શનિ-સૂર્ય આવ્યા આમને-સામને, આ જાતકોનું ભાગ્ય ચમકી જશે, નવી નોકરી સાથે થશે ધનલાભ
કર્મફળદાતા શનિ વ્યક્તિને કર્મો પ્રમાણે ફળ આપે છે. શનિ આશરે અઢી વર્ષ બાદ રાશિ પરિવર્તન કરે છે. તેવામાં રાશિ ચક્ર પૂરુ કરવામાં આશરે 30 વર્ષનો સમય લાગે છે. પરંતુ સમય-સમય પર સ્થિતિમાં ફેરફાર થતો રહે છે. આ સિવાય સૂર્ય પણ દર મહિને રાશિ પરિવર્તન કરે છે. નવગ્રહોમાંથી સૂર્યને વિશેષ મહત્વ છે. વૈદિક જ્યોતિષમાં સૂર્ય અને શનિ પિતા-પુત્ર છે. પરંતુ બંને વચ્ચે શત્રુતાનો ભાવ છે. ઓગસ્ટ મહિનામાં સૂર્ય રાશિ પરિવર્તન કરશે. તે પોતાની રાશિ સિંહમાં પ્રવેશ કરવાના છે. બીજીતરફ શનિ પોતાની મૂળ ત્રિકોણ રાશિ કુંભમાં છે. બંને ગ્રહ પોતાની સ્વરાશિમાં હોવાને કારણે એકબીજાની સામે છે. આ બંને ગ્રહોના એકબીજાની આમને-સામને હોવાથી કેટલાક જાતકોની મુશ્કેલી વધી શકે છે. પરંતુ કેટલીક રાશિઓ એવી છે, જેને ખુબ લાભ મળવાનો છે. આવો જાણીએ શનિ અને સૂર્ય આમને-સામને આવવાથી કયાં જાતકોનું ભાગ્ય ચમકશે.
આ રાશિના જાતકોને લાભ મળી શકે છે. આ રાશિમાં ગુરૂ અને મંગળ ભ્રમણ કરશે. તેવામાં તમારા જીવનમાં ખુશીઓ આવી શકે છે. સૂર્ય ચોથા ભાવમાં છે. તેવામાં આ રાશિના જાતકોનું કરિયર સારૂ રહેવાનું છે. કાર્યસ્થળ પર તમારા દ્વારા કરવામાં આવેલા કામની પ્રશંસા થઈ શકે છે. આ સાથે તમને ઉચ્ચ અધિકારી કોઈ મોટી જવાબદારી સોંપી શકે છે. આ સાથે તમારા પગારમાં વધારો થઈ શકે છે. જો તમે મકાન, પ્લોટ કે વાહન ખરીદવા ઈચ્છો છો તો આ સમયમાં તમારૂ સપનું પૂરુ થઈ શકે છે. સંતાન સુખની પ્રાપ્તિ થશે. આ સાથે તમે તમારી રૂચિ પ્રમાણે કરિયરની પસંદગી કરી શકો છો. જીવનમાં ખુશીનો માહોલ રહેશે. સમાજમાં માન-સન્માન વધશે. આ સાથે લગ્ન જીવનમાં ચાલતી સમસ્યાઓનો અંત આવી શકે છે.
આ રાશિમાં સૂર્ય ભાવમાં બિરાજમાન રહેશે. તેવામાં આ રાશિના જાતકો માટે શનિનું સામે આવવું લાભકારી સિદ્ધ થઈ શકે છે. કરિયરના ક્ષેત્રની વાત કરીએ તો લાંબા સમયથી ચાલતી સમસ્યા સમાપ્ત થઈ શકે છે. આ સાથે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા વિદ્યાર્થીઓને સફળતા મળશે. સરકારી નોકરી મળવાના યોગ બની રહ્યાં છે. આ સાથે તમને અચાનક ધનલાભ થઈ શકે છે. લગ્નજીવન સારૂ રહેવાનું છે. પતિ-પત્ની વચ્ચે ચાલતી લડાઈનો અંત આવવાનો છે. વેપારમાં પણ લાભ થઈ શકે છે. ભાગીદારીમાં બિઝનેસ મોટો લાભ કરાવી શકે છે. જીવનસાથીનો સાથ મળશે.
આ રાશિમાં સૂર્ય દશમ ભાવમાં બિરાજમાન રહેશે. આ ભાવ કરિયરનું પ્રતિનિધિત્વ કરે છે. આ સાથે શનિ ચોથા ભાવમાં બિરાજમાન છે. તેવામાં શનિની સાથે સૂર્યનો સકારાત્મક પ્રભાવ આ રાશિના જાતકો પર પડવાનો છે. વિદેશોથી સારો લાભ મળવાનો યોગ બની રહ્યો છે. વિદેશમાં શિક્ષણ મેળવવાની તક મળી શકે છે. મકાન, વાહન કે સંપત્તિ ખરીદવાનું સપનું પૂરુ થઈ શકે છે. જમીન-સંપત્તિમાં પણ ખુબ લાભ મળવાનો છે. કોઈ જૂની સંપત્તિ તમને મળી શકે છે. કોર્ટ-કચેરીના મામલામાં સફળતા મળી શકે છે.
આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.