સૂર્ય-બુધની યુતિથી 3 રાશિઓની થશે બલ્લે-બલ્લે! શનિની રાશિમાં બન્ને ગ્રહની થશે ધમાકેદાર એન્ટ્રી

Wed, 08 Jan 2025-8:49 pm,

જો કોઈ વ્યક્તિ પર સૂર્ય અને બુધ બન્ને ગ્રહોની કૃપા હોય, તો તેના ભાગ્યને ચમકતા કોઈ રોકી શકતું નહીં. વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જ્યારે નવ ગ્રહો દ્વારા રાશિ અથવા નક્ષત્ર પરિવર્તન કરવામાં આવે છે, ત્યારે તેની 12 રાશિઓ પર શુભ અને અશુભ અસરો થઈ શકે છે. 14 જાન્યુઆરી 2025ના રોજ મકરસંક્રાંતિ છે અને આ દિવસે ગ્રહોના રાજા સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે. ગ્રહોનો રાજકુમાર બુધ 24 જાન્યુઆરી 2025ના રોજ આ રાશિમાં ગોચર કરશે. લગભગ 12 મહિના પછી સૂર્ય અને બુધ બન્ને ગ્રહો શનિની રાશિમાં યુતિ બનાવવા જઈ રહ્યા છે, જે 3 રાશિઓ માટે ફાયદાકારક રહેશે. ચાલો જાણીએ કઈ કઈ છે તે ભાગ્યશાળી રાશિઓ?

વૃષભ રાશિના જાતકો માટે સૂર્ય અને બુધની યુતિ લાભદાયક રહેશે. વ્યાપારમાં પ્રગતિ અને ધનમાં વૃદ્ધિનો યોગ બનશે. મહેનતની સાથે કરવામાં આવેલ કામમાં સફળતા અપાવી શકે છે. આર્થિક સ્થિતિ પહેલા કરતા સારી રહેશે. કાર્યમાં સફળતા મેળવવા માટે નવી તકો મળી શકે છે. નવી જવાબદારીઓ સંભાળવી પડી શકે છે. નોકરી કરતા લોકોને પ્રમોશન મળી શકે છે. પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે. મનમાં એક અલગ જ ઉત્સાહ રહેશે. જાતકો માટે સમય શુભ રહેશે.

વૃશ્ચિક રાશિ માટે સૂર્ય અને બુધની યુતિ લાભદાયક રહેશે. બન્ને ગ્રહોનો મકર રાશિમાં પ્રવેશ કરવાથી સફળતા મળી શકે છે. સામાજિક કાર્ય ફળદાયી રહેશે. લગ્નનો યોગ બની શકે છે. વિવાહિત જીવન સુખમય રહેશે. સંબંધમાં સુધરો થશે. તમારું માન અને સન્માન વધી શકે છે. વધારે વિચારવામાં સમય ન બગાડો, જો તમે જે કરવા માંગો છો તે પૂરા દિલથી કરશો તો તમે ચોક્કસ સફળ થશો.

મકર રાશિના જાતકોનો આત્મવિશ્વાસ વધશે. સૂર્ય-બુધની યુતિ સફળતા પ્રાપ્ત કરવામાં મદદ કરી શકે છે. વધારે તણાવ ન લેવો તમારા માટે સારું રહેશે. સંબંધીઓ સાથે વાતચીત સારી રહેશે. બાળકો તરફથી સારા સમાચાર સાંભળવા મળી શકે છો. ધનમાં વધારા માટે નવી તકો મળશે. સમાજમાં માન-સન્માન વધશે. વેપારમાં લાભ થઈ શકે છે.

Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link