Surya Grahan 2021: શનિ જયંતિ પર 148 વર્ષ બાદ સૂર્ય ગ્રહણ, નોંધી લો સમય, રાખો આ સાવધાની

Tue, 08 Jun 2021-8:36 pm,

વર્ષ 2021નું આ સૂર્ય ગ્રહણ એટલા માટે પણ ખાસ છે કારણ કે શનિ જયંતિ પર ગ્રહણનો યોગ આશરે 148 વર્ષ બાદ બની રહ્યો છે. આ પહેલા શનિ જયંતિ પર સૂર્ય ગ્રહણ 26 મે 1873 માં જોવા મળ્યું હતું. 

જાણકારી પ્રમાણે ભારતમાં પૂર્ણ નહીં પરંતુ આંશિક ગ્રહણ જોવા મળશે. પરંતુ જ્યોતિષાચાર્યોનું માનવું છે કે ભલે ગ્રહણ આંશિક હોય પરંતુ આ દરમિયાન બધા નિયમોનું પાલન કરવું જોઈએ. 

સૂર્ય ગ્રહણ ગુરૂવા, 10 જૂન 2021ના બપોરે 1.42 કલાકથી શરૂ થઈને સાંજે 6.41 કલાકે સમાપ્ત થશે. 

 

 

ગ્રહણ દરમિયાન ભોજન કરવું વર્જિત હોય છે. ગ્રહણ દરમિયાન નવા કામની શરૂઆત ન કરો. કોઈ માંગલિક કાર્ય ન કરવા જોઈએ. ગ્રહણ સમયે સુવુ ન જોઈએ. ચાકુ કે કોઈ ધારદાર વસ્તુનો ઉપયોગ ન કરવો જોઈએ. 

ગ્રહણ પહેલા પાકેલા ભોજનમાં તુલસીના પાન નાખીને રાખી દો. ગ્રહણ સમયમાં ઇષ્ટ દેવનું પૂજન કરો. તેમના મંત્રનો જાપ કરો. ગ્રહણના સમયે ઘરના મંદિરના કપાટ બંધ કરી દો. ગ્રહણના સમયે દાન કરવું શુભ માનવામાં આવે છે. ગ્રહણ સમાપ્ત થયા બાદ ઘરની સફાઈ કરો. બાદમાં ઘરમાં ગંગાજળ છાંટો. ગ્રહણ પૂરુ થયા બાદ સ્નાન કરો. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link