Sarva Pitru Amas: સર્વ પિતૃ અમાસે થનાર સૂર્ય ગ્રહણ નથી શુભ, તમારા પર કેવી થશે અસર જાણી લો વિગતવાર
સર્વ પિતૃ અમાસના દિવસે થનાર સૂર્યગ્રહણ વર્ષનું છેલ્લું ગ્રહણ છે. આ એક કંકણાકૃતિ સૂર્યગ્રહણ હશે. આ પહેલા 18 સપ્ટેમ્બરે ખંડગ્રાસ ચંદ્રગ્રહણ થયું હતું. નવરાત્રિના એક દિવસ પહેલા સૂર્યગ્રહણ જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ પણ મહત્વની ઘટના છે.
ગ્રહણ એક ખગોળીય ઘટના છે જેનું મહત્વ વિજ્ઞાન અને આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી પણ વધારે છે. એક પછી એક બે ગ્રહણ થવા તે શુભ નથી ગણાતા. આ ગ્રહણ જે જગ્યાએ જોવા મળશે ત્યાં લોકોને પ્રાકૃતિક આપદા, મહામારી અને આર્થિક સમસ્યાઓ જેવી તકલીફોનો સામનો કરવો પડી શકે છે.
સર્વ પિતૃ અમાસના દિવસે થનાર સૂર્યગ્રહણ કન્યા રાશિ અને હસ્ત નક્ષત્રમાં થઈ રહ્યું છે. જેના કારણે કન્યા રાશિના લોકોને બીમારીનો સામનો કરવો પડી શકે છે. આ રાશિના લોકોએ ગ્રહણ જોવું નહીં. સાથે જ ગ્રહણ કાળ દરમિયાન સૂવું નહીં અને મનોરંજનમાં સમય પસાર કરવો નહીં.
ભારતીય સમય અનુસાર આ સૂર્યગ્રહણનો સ્પર્શ રાત્રે 9.13 મિનિટથી થશે. ત્યાર પછી આ ગ્રહણ 6 કલાક સુધી ચાલશે.
ભારતમાં સૂર્યગ્રહણનો સ્પર્શ અને મોક્ષ રાત્રિના સમયે થવાનો છે એટલે કે આ ગ્રહણ ભારતમાં દેખાશે નહીં. ભારતમાં ન દેખાવાના કારણે સૂતક, સ્નાન તેમજ ગ્રહણના અન્ય નિયમો પણ ભારતમાં લાગુ પડશે નહીં.