Sun Transit: આવનારા 30 દિવસ આ જાતકો માટે વરદાન સમાન, સૂર્ય ચમકાવશે ભાગ્ય
મેષ રાશિમાં સૂર્યનું ગોચર કર્ક રાશિના જાતકોને લાભ આપશે. તમારા અટવાયેલા કામ થવા લાગશે. કરિયરમાં પ્રમોશન મેળવવા માટે ઘણા જરૂરી ટાસ્ક મળી શકે છે, જેને તમે સારી રીતે પૂર્ણ કરશો. સમૃદ્ધિનું આગમન થશે. કામના સિલસિલામાં વિદેશ યાત્રાનો યોગ બની રહ્યો છે. સંતાન પક્ષ તરફથી શુભ સમાચાર મળશે. પરિવારમાં ખુશીઓનો માહોલ રહેશે.
મેષ રાશિના જાતકો માટે સૂર્યનું ગોચર લાભદાયક સાબિત શઈ ખતે છે. વેપાર ક્ષેત્રમાં તમને વિદેશી ડીલ પ્રાપ્ત થઈ શકે છે. લાઇફ પાર્ટનર સાથે ચાલી રહેલી મુશ્કેલી ધીમે-ધીમે સમાપ્ત થઈ જશે. સૂર્યના શુભ પ્રભાવથી તમારી આર્થિક સ્થિતિ પણ સુધરી શકે છે.
ગ્રહોના રાજા સૂર્યનું આ ગોચર મિથુન રાશિના જાતકો માટે પણ ફળયાદી રહેવાનું છે. તમારી આર્થિક સ્થિતિમાં સુધાર થશે. ખર્ચ વધી શકે છે. એટલે તમારા બજેટનું ધ્યાન રાખો. આ દરમિયાન નવા કાર્યની શરૂઆત શુભ રહેશે. લગ્ન જીવન પણ મધુર રહેશે.
કન્યા રાશિ અને ધન રાશિના જાતકો માટે સૂર્યનું ગોચર શુભ માનવામાં આવી રહ્યું નથી. આર્થિક જીવનમાં ઉતાર-ચઢાવ રહેશે. જીવનમાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. કામ પૂરા કરવામાં વિઘ્ન આવી શકે છે. સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન આપવાની જરૂર છે.
આ લેખમાં આપવામાં આવેલી જાણકારીઓ પર અમે તે દાવો નથી કરી રહ્યાં કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. વધુ જાણકારી માટે તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લઈ શકો છો.