ગુરુ ગોચર કરે તે પહેલા જ બનશે અત્યંત શક્તિશાળી યોગ; મેષ સહિત 5 રાશિવાળાને અકલ્પનીય ધનલાભ થશે! સંપત્તિ-પ્રતિષ્ઠામાં બંપર વધારાના યોગ

Mon, 25 Nov 2024-1:02 pm,

આ દરમિયાન 28 નવેમ્બર 2024ના રોજ ગુરુ ગ્રહ બૃહસ્પતિ નક્ષત્ર પરિવર્તન કરીને પોતાની ચાલ બદલશે. આ  તારીખથી બૃહસ્પતિ મૃગશિરામાંથી નીકળીને રોહિણી નક્ષત્રમાં પ્રવેશ કરશે. જેની દેશ અને દુનિયા સહિત તમામ રાશિઓ પર અસર જોવા મળશે. પરંતુ તે પહેલા જ 27 નવેમ્બરના રોજ ગ્રહોના રાજા સૂર્યદેવ અને ગ્રહોના સેનાપતિ મંગળ 120° ના ખૂણે સ્થિત થઈને નવપંચમ યોગ બનાવી રહ્યા છે. નવપંચમ યોગને વૈદિક જ્યોતિષમાં ખુબ શુભ અને શક્તિશાળી યોગ ગણવામાં આવ્યો છે. આ યોગ જાતકોને ઉર્જા, સાહસ, નેતૃત્વ ક્ષમતા પ્રદાન કરે છે. જેનથી 5 રાશિોને ભરપૂર ધન દૌલત અને પ્રતિષ્ઠા મળી શકે છે. જાણો આ 5 ભાગ્યશાળી રાશિઓ વિશે...

સૂર્ય અને મંગળ ગ્રહના નવપંચમ યોગની અસરથી મેષ રાશિવાળા માટે ધનલાભની નવી તકો સર્જાઈ શકે છે. રોકાણથી સારો લાભ થઈ શકે છે. નોકરીમાં પ્રમોશનના ચાન્સ છે. આ સાથે સારા ડિપાર્ટમેન્ટમાં ટ્રાન્સફર થઈ શકે છે. વધારાની આવક થશે અને લાઈફસ્ટાઈલમાં ફેરફાર થશે. વિદ્યાર્થીઓને નવા પ્રોજેક્ટ્સ મળવાથી કરિયરમાં પ્રગતિ થશે. આ પ્રોજેક્ટ્સથી સારો એવો ધનલાભ પણ થઈ શકે છે. વેપારમાં વૃદ્ધિ થવાના પ્રબળ યોગ બની રહ્યા છે. નવા ગ્રાહકો મળવાથી વેપારમાં જબરદસ્ત લાભ થશે. જે બેંક બેલેન્સમાં પણ છલકાશે. નવી ગાડીના યોગ છે. કૌટુંબિક જીવન સુખદ રહેશે. સ્વાસ્થ્ય સારું રહેશે.   

સિંહ રાશિના જાતકો સૂર્ય અને મંગળ ગ્રહના નવપંચમ યોગની શુભ અસરથી અચાનક ધનલાભ મેળવી શકે છે. તમને લોટરી, રોકાણ કે અન્ય સ્ત્રોતોથી ખુબ ધનલાભ થઈ શકે છે. જૂના તમામ કરજનો અંત આવી શકે છે. વિદ્યાર્થીઓને  કરિયરમાં સ્થિરતા મળશે. તમને કેમ્પસ સિલેક્શનથી જોબ માટે પસંદ કરી શકે. નોકરીયાતોને અધિકારીઓ અને બોસનો પૂરેપૂરો સહયોગ મળશે. વેપારમાં પાર્ટનરશીપથી લાભ થશે. વેપારમાં વિસ્તારની નવી તકો મળશે. તમે મકાન કે દુકાન ખરીદી શકો છો. લવ લાઈફમાં રોમાન્સનો રોમાંચ મજાનો માહોલ સર્જશે. સ્વાસ્થ્યમાં સુધાર થશે. જૂની બીમારીઓથી છૂટકારો મળશે. 

સૂર્ય અને મંગળ ગ્રહના નવપંચમ યોગની શુભ અસરથી તુલા રાશિના જાતકો માટે ધનલાભના નવા સ્ત્રોત ખુલશે. તમને શેર રોકાણથી સારું એવું રિટર્ન મળશે. નવી નોકરીની શોધ કરી રહેલા લોકોને નવી નોકરી મળી શકે છે. એકથી વધુ સ્ત્રોતોથી ધનલાભ થશે, કદાચ એટલું ધન આવે કે સંભાળી પણ ન શકો. વિદ્યાર્થીઓને કરિયરમાં પ્રગતિની તકો મળશે. ગ્રાહકોની સંખ્યામાં વધારો થવાની વેપારીઓને વેપારમાં ફાયદો થશે. કૌટુંબિક જીવન સુખમય રહેશે. મોટાભાઈ અને બહેન સહિત લાઈફ પાર્ટનર તરફથી પૂરતો સહયોગ મળશે. પાર્ટનર સાથે ક્યાંક ટ્રિપ પર જવાની તક મળશે.   

ધનુ રાશિના જાતકો ગુરુ ગોચર પહેલા જ સૂર્ય અને મંગળના નવપંચમ યોગની શુભ અસરથી માલામાલ થઈ શકે છે. આ રાશિના જાતકોને ધનલાભની અનેક તકો મળશે. વિદેશથી ધનલાભ થઈ શકે છે. વેપારમાં વિસ્તારની નવી તકો મળશે. ઓનલાઈન વેપારમાં ફાયદો થશે. કોઈ નવા પ્રોડક્ટ કે સ્કીમ લોન્ચ કરવા માટે ઉત્તમ સમય છે. કરિયરમાં પ્રગતિ થશે. શિક્ષણના ક્ષેત્રમાં સફળતા મળશે. પરિવાર સાથે સમય વિતાવવાની નવી તકો મળશે. જૂી બીમારીઓથી છૂટકારો મળી શકે જેનાથી માનસિક શાંતિ પણ વધશે. 

મીન રાશિના જાતકોને ગુરુ ગોચર પહેલા જ સૂર્ય અને મંગળ ગ્રહના નવપંચમ યોગની શુભ અસરથી ધનલાભની નવી નવી તકો મળશે. કળા અને રચનાત્મક કામો સાથે જોડાયેલા લોકોને અપાર ધનલાભ થઈ શકે છે. તમને તમારી કળના પ્રદર્શન માટે વિદેશ બોલાવી શકે છે. તેનાથી તમારા ધન અને પ્રતિષ્ઠા બંનેમાં વધારો થઈ શકે છે. નોકરીયાતોના જીવનમાં સ્થિરતા આવશે. ઓફિસના કામમાં તમને પ્રશંસા મળી શકે છે. તમને નવી જવાબદારીઓ મળી શકે છે. જેનાથી વધારાની આવક થવાના ચાન્સ છે. વેપારમાં વધારો થશે. નવા ઉત્પાદનોના લોન્ચથી લાભ થશે. માનસિક તણાવ ઓછો થશે. 

અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link