25 વર્ષ બાદ બની રહી છે સૂર્ય-રાહુની યુતિ, ખતરનાક ગ્રહણ યોગથી સાવધાન રહે આ 3 જાતકો
ગ્રહોના રાજા સૂર્ય રાશિ પરિવર્તન કરવાના છે. સૂર્ય મકર રાશિમાંથી નિકળી મીન રાશિમજાં ગોચર કરવાના છે. વૈદિક જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે દરેક ગ્રહ એક ચોક્કસ પ્રમાણે રાશિ પરિવર્તન કરે છે, જેનાથી શુભ અને અશુભ યોગોનું નિર્માણ થાય છે. આ યોગનો પ્રભાવ દરેક રાશિઓ પર પડે છે. કેટલાક જાતકો પર શુભ તો કેટલાક પર અશુભ અસર પડે છે. માર્ચ મહિનામાં સૂર્ય અને રાહુની યુતિ બનવા જઈ રહી છે, જેનાથી કેટલાક જાતકોએ સાવધાન રહેવાની જરૂર છે.
25 વર્ષ બાદ સૂર્ય અને રાહુની યુતિ થવાની છે. રાહુ પહેલાથી મીન રાશિમાં બિરાજમાન છે અને સૂર્ય 14 તારીખે મીન રાશિમાં ગોચર કરશે. એટલે કે 14 માર્ચે સૂર્ય અને રાહુની યુતિ મીન રાશિમાં થવા જઈ રહી છે અને જ્યારે પણ સૂર્ય અને રાહુની યુતિ થાય છે તો ગ્રહણ યોગનું નિર્માણ થાય છે. કેટલાક જાતકો માટે આ યોગ શુભ તો કોઈ માટે અશુભ હોય છે. જેનાથી આ જાતકો પર નકારાત્મક અસર થશે.
સિંહ રાશિના જાતકો ઉપર સૂર્ય અને રાહુની કુદ્રષ્ટિ પડવાની છે. સૌથી વધુ સ્વાસ્થ્ય પર અસર પડી શકે છે, હોસ્પિટલના ધક્કા ખાવા પડી શકે છે. સ્વાસ્થ્યને લઈને સાવધાન રહેવાની જરૂર છે. આવક ઓછી અને ખર્ચ વધુ રહેવાનો છે. વેપારમાં ભૂલમાં પણ રોકાણ ન કરો બાકી આર્થિક નુકસાન થઈ શકે છે.
તુલા રાશિના જાતકો પર ગ્રહણ યોગનો પ્રભાવ નકારાત્મક રહેવાનો છે. કોઈ વાતને લઈને જીવનસાથી સાથે અણબનાવ થઈ શકે છે. ચારે તરફ સમસ્યા ઉભી થઈ શકે છે. શત્રુ તમારા પર હાવી થઈ શકે છે. કોઈ જૂનો રોગ મુશ્કેલીનું કારણ બની શકે છે. કોઈને પૈસા ઉધાર ન આપો બાકી ફસાઈ શકે છે.
કુંભ રાશિના જાતકો ઉપર સૂર્ય રાહુનો નકારાત્મક પ્રભાવ પડવાનો છે. વધુ વિવાદમાં ન પડો. સીઝન બીમારીની ઝપેટમાં આવી શકો છો એટલે સતર્ક રહો. વાહન ચલાવવા સમયે સાવધાન રહો, કારણ કે દુર્ઘટનાનો યોગ બની રહ્યો છે. ઘરમાં વિવાદ વધી શકે છે.
ગ્રહ યોગથી બચવા માટે સતત એક મહિના સુધી ભગવાન સૂર્યની આરાધના કરો. સ્નાન કર્યા બાદ સૂર્યને જળથી અર્ધ્ય પ્રદાન કરો. તેનાથી તમારા કષ્ટ ઘટી જશે.