30 વર્ષ બાદ કુંભમાં બનશે અદભૂત સંયોગ, 3 રાશિવાળાને અકલ્પનીય ધનલાભ થશે, વેપાર-ધંધામાં પ્રગતિ થશે
વૈદિક જ્યોતિષમાં શનિ ગ્રહના પિતા સૂર્ય દેવ છે. પરંતુ જ્યોતિષ મુજબ બંને એક બીજાના શત્રુ છે. એટલે કે જ્યારે પણ આ બંને ગ્રહોની યુતિ કોઈ રાશિમાં બને છે તો તે પોતાનો અશુભ પ્રભાવ પાડે છે. આ સાથે જ તેની અસર દેશ દુનિયા ઉપર પણ પડે છે. શનિ દેવ કુંભ રાશિમાં હાલ ગોચર કરી રહ્યા છે. જ્યારે સૂર્યદેવ પણ ફેબ્રુઆરીમાં કુંભમાં પ્રવેશ કરશે. જેનાથી આ બંને ગ્રહોની યુતિ કુંભ રાશિમાં બનશે. આ યુતિથી જો કે કેટલીક રાશિના જાતકોને લાભ પણ થશે. કરિયર અને કારોબારમાં સફળતા મળી શકે છે. જાણો તે લકી રાશિઓ વિશે....
તમારા માટે સૂર્ય અને શનિની યુતિ લાભકારી સાબિત થઈ શકે છે. કારણ કે આ યુતિ તમારી રાશિથી પંચમ ભાવ પર બની રહી છે. આથી આ સમય દરમિયાન તમને સંતાન પક્ષથી કોઈ શુભ સમાચાર મળશે. અટવાયેલા પૈસા પાછા મળી શકે છે. તમારી વિચારેલી યોજનાઓ સફળ થશે. આત્મવિશ્વાસમાં વધારો થશે. પરિવારમાં બધા સાથે સંબંધ સારા થશે અને સુખ શાંતિ રહેશે. જો પ્રેમ પ્રસંગ ચાલતો હશે તો સફળતા મળી શકે છે.
સૂર્ય અને શનિની યુતિ આ રાશિવાળા માટે અનુકૂળ બનશે. કારણ કે આ યુતિ તમારી ગોચર કુંડળીના નવમા ભાવ પર બનવા જઈ રહી છે. આથી આ સમય દરમિયાન ત મને ભાગ્યનો ભરપૂર સાથ મળશે. જરૂરી કામ જે અટવાયેલા હતા તે પૂરા થશે. તમે આ દરમિાયન કોઈ ધાર્મિક કે માંગલિક કાર્યોમાં સામેલ થઈ શકો છો. તમે કામ કાજ સંબંધિત મુસાફરી પણ કરી શકો છો. તમારું બેંક બેલેન્સ વધવાથી આર્થિક સ્થિતિ મજબૂત થશે. વિદ્યાર્થીઓ માટે સમય શાનદાર રહેશે. બસ તમારે મહેનત કરવી પડશે.
તમારા માટે સૂર્ય અને શનિની યુતિ લાભકારી સિદ્ધ થઈ શકે છે. કારણ કે આ યુતિ તમારી ગોચર કુંડળીના લગ્ન ભાવ પર બની રહી છે. આથી આ સમયગાળામાં તમારા વ્યક્તિત્વમાં નીખાર આવશે. આત્મવિશ્વાસ વધશે. પરિવારમાં પણ તમામ સાથે સંબંધ સારા થશે અને સુખ શાંતિ રહેશે. કરિયર અને કારોબારમાં સફળતા મળશે. જીવનસાથીનો પૂરો સહયોગ મળશે. તમને માન સન્માન અને પ્રતિષ્ઠા પણ પ્રાપ્ત થશે.