Team India:ટીમ ઇન્ડીયામાં આવતાં જ એક વર્ષમાં બદલાઇ ગઇ `મિસ્ટર 360` ની કિસ્મત, આજે કરોડોનો છે માલિક

Tue, 08 Nov 2022-10:57 pm,

સૂર્યકુમાર યાદવે વર્ષ 2021 માં ઇગ્લેંડ વિરૂદ્ધ પોતાની ડેબ્યૂ મેચ રમી હતી. તો બીજી તરફ આ વર્ષે શ્રીલંકા વિરૂદ્ધ પોતાની પ્રથમ વનડે મેચ રમી હતી. 

મીડિયા રિપોર્ટ્સ અનુસાર સૂર્યકુમાર યાદવ આજના સમયમાં 4 મિલિયન ડોલર એટલે કે 32 કરોડની સંપતિના માલિક છે. તો બીજી તરફ વાર્ષિક કમાણી લગભગ 8 કરોડ રૂપિયા હોવાનું માનવામાં આવે છે. 

સૂર્યકુમાર યાદવ વર્ષ 2013 થી આઇપીએલનો ભાગ બની રહ્યા છે. તેમને પોતાની પહેલી સિઝનમાં રમવા માટે ફક્ત 10 લાખ રૂપિયા મળ્યા હતા. તો આઇપીએલમાં 2022 માં મુંબઇ ઇન્ડીયને તેમને 8 કરોડ રૂપિયા આપ્યા હતા. 

સૂર્યકુમાર યાદવ ડ્રીમ 11 અને ફ્રી હિટના બ્રાંડ એમ્બેસેડર છે. આ ઉપરાંત તે સરીન સ્પોર્ટ્સ, મેક્સિમા ઘડીયાળ, અને ઘણી અન્ય બ્રાંડનું પ્રમોશન કરે છે. આ પ્રમોશનથી પણ સૂર્યકુમારને કરોડોની કમાણી થાય છે. 

સૂર્યકુમાર યાદવના કાર કલેક્શનની વાત કરવામાં આવે તો તેમની પાસે Mercedes-Benz GLE Coupe, નિસાન જોંગા (Nissan Jonga), મિની કૂપર એસ ( MINI Cooper S) ઓડી એ6 (Audi A6) જેવી કારો સામેલ છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link