PICS: વિરાટ કોહલીની જેમ ટેટુનો જબરદસ્ત શોખીન છે આ ક્રિકેટર, હાથ પર છે માતા-પિતાનું ટેટુ
સૂર્યકુમાર યાદવે ચોથી ટી20 મેચમાં 57 રનની ધમાકેદાર ઈનિંગ રમી હતી. સૂર્યકુમાર યાદવે 31 બોલમાં 6 ચોગ્ગા અને 3 છગ્ગા માર્યા હતા. ચોથી ટી20 મેચમાં સૂર્યકુમાર યાદવ 3જા નંબરે રમવા માટે આવ્યો હતો.
સૂર્યકુમાર યાદવને ચોથી ટી-20 મેચ માટે પોતાની શાનદાર ઈનિંગ બદલ મેન ઓફ ધ મેચ મળ્યું હતું. સૂર્યકુમાર યાદવે પોતાની જમણી બાજુ પર મમ્મી અને પપ્પાનું ટેટું બનાવડાવ્યું છે.
રસપ્રદ વાત એ છે કે સૂર્યકુમારને માતા પિતાથી એટલો બધો લગાવ છે કે તેણે પોતાની તસવીરો સાથે સાથે ડાબા હાથમાં તેમનું ટેટુ પણ બનાવડાવ્યું છે. સૂર્યકુમાર યાદવ માતા પિતાને ખુબ પ્રેમ કરે છે. સૂર્યકુમારના પિતા અશોકકુમાર યાદવ BARC (ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર) માં એક ઈલેક્ટ્રિક એન્જિનિયર છે.
સૂર્યકુમારે પોતાના શરૂઆતના દિવસોમાં બેડમિન્ટન ખેલ્યું અને તેમના પિતાએ તેમને બંને રમતમાંથી કોઈ એક પસંદ કરવાનું કહ્યું. ત્યારબાદ તેને અશોક આર કામત અને વિલાસ ગોડબોલે તાલિમ આપી. સૂર્યકુમારના માતા પિતાને આશા હતી કે તે એક દિવસ ભારત માટે રમશે અને તેમનું સપનું પૂરું થઈ ગયું.