એક સમયે Ankita Lokhandeને Sushantએ કર્યું હતું લાઈવ ટીવી પર પ્રપોઝ, જાણો કેવી રીતે થયું બ્રેકઅપ

Sat, 19 Dec 2020-12:21 pm,

આજે શનિવારના અંકિતા લોખંડે (Ankita Lokhande) તેનો 36મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહ્યો છે. ત્યારે આ સમયે સુશાંત સાથે જોડાયેલા કેટલાક વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર શેર થઈ રહી છે.

આ વર્ષે જૂનમાં અંકિતા લોખંડે (Ankita Lokhande)ના એક્સ બોયફ્રેન્ડ અને બોલીવુડના જાણીતા એક્ટર સુશાંત સિંહ રાજપૂતના મોત સમાચારે બધાને હચમચાવી દીધા હતા. ત્યારબાદથી સતત અંકિતા ચર્ચામાં રહી છે.

અંકિતા લોખંડે (Ankita Lokhande) અને સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) લાંબા સમય સુધી રિલેશનશિપમાં રહ્યાં છે. આ બંનેની મુલાકાત એકતા કપૂરના ટીવી શો પવિત્ર રિશ્તા દરમિયાન થઈ હતી. બંને કો એક્ટર બાદ મિત્ર બન્યા પછી આ મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ હતી. ઝી ટીવી પર પ્રસારિત થતી સીરિયલ પવિત્ર રિશ્તા પણ જબરદસ્ત હિટ થઈ.

ત્યારબાદ બંનેએ ડાન્સ રિયાલિટી શો ઝલક દિખલા જામાં પણ સાથે એન્ટ્રી મારી હતી. આ રિયાલીટી શો દરમિયાન જ્યારે વેલેન્ટાઈન ડે સ્પેશિયલ એપિસોડ આવ્યો ત્યારે સુશાંત સિંહએ અંકિતા લોખંડેને લાઈવ ટીવી પર પ્રપોઝ કરી સૌ કોઈને આશ્ચર્યચકિત કર્યા હતા.

સુશાંતે અંકિતા સાથે આગામી સાત જન્મોનો સાથ માંગ્યો હતો, ત્યારબાદ જ્યૂરીમાં હાજર બોલીવુડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપડાએ સુશાંતને પૂછ્યું, શું તે અત્યારે નેશનલ ટીવી પર અંકિતાને કહ્યું કે, શું તુ મારી સાથે લગ્ન કરીશ? તેના જવાબમાં સુશાંતે હા કહ્યું ત્યારે પ્રિયંકાએ અંકિતા પાસે તેનો જવાબ સાંભળવા માંગ્યો. તેના પર અંકિતાએ પણ સુશાંતને લગ્ન માટેની હા પાડી હતી.

પરંતુ ભાગ્યને કંઇક અલગ જ મંજૂર હતું, તેથી આ સંબંધ પણ તુટી ગયો. થયું એવું કે જ્યારે થોડા વર્ષો બાદ જ્યારે સુશાંત બોલીવુડમાં નામ કરી રહ્યો હતો ત્યારે ટીવીની દુનિયામાં બનેલો આ સંબંધ તુટવાનો શરૂ થયો. બંને વચ્ચે ઘણું અંતર આવી ગયું અને એક દિવસ એવો આવ્યો જ્યારે સુશાંત અને અંકિતા બંને અલગ થઈ ગયા.

તે દરમિયાન મીડિયા રિપોર્ટ્સ અને બંનેના નિવેદનમાં આ વાત સામે આવી હતી કે સુશાંત સફળતાને એન્જોય કરવામાં વ્યસ્ત હતો અને અંકિતા ઇનસિક્યોરિટી ફીલ કરી રહી હતી.

જો કે, આજે પણ સુશાંતના મોત બાદ ફેન્સ અંકિતા અને સુશાંતની તસવીરો જોવા અને તેના વીશે જાણવાનું પસંદ કરે છે. હાલમાં જ અંકિતાએ એક લાઇવ પરફોર્મન્સમાં સુશાંતને શ્રદ્ધાંજલિ આપી હતી.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link