HBD Sushant Singh Rajput: જાણો સુશાંત સાથે જોડાયેલી આ રસપ્રદ વાતો

Thu, 21 Jan 2021-9:50 am,

કોલેજ બાદ સુશાંતસિંહે મુંબઈ આવવાનું પસંદ કર્યું હતુ. ફિલ્મ કરિયરની શરૂઆતમાં સુશાંતસિંહે ઘણા સંઘર્ષોનો સામનો કરવો પડ્યો હતો. સુશાંતે પોતાના કરિયરની શરૂઆત બેકગ્રાઉન્ડ ડાન્સરથી કરી હતી. કેમ કે સુશાંતસિંહને ડાન્સ કરવો ખૂબ જ પસંદ હતો. જણાવી દઈએ કે, બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે તેમણે એક્ટ્રેસ એશ્વર્યા રાય બચ્ચન સાથે પણ ડાન્સ કર્યો હતો.

સુશાંતસિંહ પહેલેથી જ ખૂબ મહેનતુ હતા અને તેમને હંમેશા ખુદને બદલવામાં વિશ્વાસ રાખતા હતા. અને એટલા માટે જ તેમણે બેકગ્રાઉન્ડ ડાન્સર બાદ એક્ટિંગ પણ રસ દાખવ્યો હતો. તે પછી તેઓએ અનેક ટીવી સીરિયલમાં કામ કર્યું. સુશાંતની પહેલી ટીવી સીરિયલ 'કિસ દેશ મે હૈ મેરા' હતી. જો કે સુશાંતની જીંદગીની સૌથી સુપરહિટ સિરીયલ પવિત્ર રિશ્તા હતી. આ સિરીયલથી સુશાંતસિંહ રાતોરાત સ્ટાર બની ગયા હતા. પવિત્ર રિશ્તા સિરીયલમાં માનવના નામથી સુશાંતને દરેક ઘરમાં એક નવી ઓળખાણ મળી હતી. જણાવી દઈએ કે આ જ સિરીયલથી તેમની લાઈફમાં અંકિતા લોખંડેની પણ એન્ટ્રી થઈ હતી.

 

પહેલા બેકગ્રાઉન્ડ ડાન્સર, પછી સિરીયલ અને તે બાદ સુશાંતની એન્ટ્રી ફિલ્મોમાં થઈ. પવિત્ર રિશ્યા હીટ થયા બાદ સુશાંતને ફિલ્મોમાંકામ કરવાનો મોકો મળ્યો હતો. 2013માં સુશાંતની ફિલ્મ કાય પો છે રિલીઝ થઈ. આ ફિલ્મ સાથે સુશાંતે બોલીવુડ ડેબ્યુ કર્યું. આ ફિલ્મથી સુશાંતની એક્ટિંગ સૌ કોઈને પસંદ આવી. લોકો સુશાંતના ફેન બની ગયા. અને ફિલ્મ બાદ જ સુશાંતના કરિયારની જોરદાર શરૂઆત થઈ ગઈ.

સૌ કોઈને યાદ હશે સુશાંતસિંહની ધોની ફિલ્મ. 2016માં સુશાંતસિંહે ભારતીય ક્રિકેટર ધોનીની બાયોપિકમાં કામ કર્યું હતુ. જેમાં તેઓએ ધોનીની મુખ્ય ભૂમિકા ભજવી હતી. ધોનીનો રોલ કરવા માટે સુશાંતને ઘણી મહેનત કરવી પડી હતી. પણ જ્યારે આ ફિલ્મ રિલીઝ થઈ ત્યારે લોકોને લાગતુ કે આ રિયલ ધોની જ છે. સુશાંતસિંહ સ્ક્રીન પર હુબહુ ધોની જ લાગતા હતા.આ ફિલ્મ બાદ સુશાંતના ખૂબ વખાણ થયા. અને તેની કારકિર્દીને પણ વેગ મળ્યો.

સુશાંતસિંહ રાજપૂતે બોલીવુડની અનેક ફિલ્મોમા કામ કર્યું છે જેમાની અમુક ફિલ્મો ખૂબ હીટ રહી જ્યારે ઘણી ફિલ્મો ફ્લોપ ગઈ. શુદ્ધ દેસી રોમાન્સ, છીછોરે, કેદારનાથ, રાબતા અને પીકે ફિલ્મોમાં કામ કર્યું છે. કેદારનાથ ફિલ્મમાં સુશાંતે બહુ જ સરસ એક્ટિંગ કરી છે. લોકોએ સુશાંતની રાબતા ફિલ્મને પણ પસંદ કરી હતી.

દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મ દિલ બેચારા હતી. સુશાંતના આપઘાત બાદ 4 નવેમ્બર 2020એ આ ફિલ્મ રિલીઝ થઈ હતી. અભિનેત્રી સંજના સાંધી સાથે સુશાંતની આ ફિલ્મે ધૂમ મચાવી હતી. લોકોએ સુશાંતની આ છેલ્લી ફિલ્મને ખૂબ પસંદ કરી હતી.

IIFA એવોર્ડ માટે સુશાંતસિંહ અને શાહિદ કપૂરનું નામ નોમિનેટ કરવામાં આવ્યું હતું. જેમાં શાહિદ કપૂરને એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ એવોર્ડ બાદ સુશાંતે પોતાના ટ્વિટર પર આઈફાને ટેગ કરીને 'હાહાહા' લખીને પોસ્ટ કરી હતી. અને આ પોસ્ટ બાદ બહુ વિવાદ તયો હતો.

સુશાંતસિંહ રાજપૂત જે અંકિતા લોખંડે સાથે ખુલ્લેઆમ પ્રેમનો ઈઝહાર કરતા હતા. સુશાંત અને અંકિતાની રિલેશનશીપનો મુદ્દો ચર્ચામાં હતો. જો કે સુશાંતસિંહ રાજપૂત જ્યારે ફિલ્મોમાં આવ્યા તે બાદ તેમણે અંકિતાનો સાથે છોડી દીધો હતો. કેમ કે, અવારનવાર બંને વચ્ચેના તણાવની વાતો સામે આવતી હતી. ત્યારે અચાનક એકવાર બંને વચ્ચેના બ્રેકઅપની વાત સામે આવી. આ ન્યૂઝે સૌ કોઈને આશ્ચર્યમાં મૂકી દીધા હતા. સુશાંત અને અંકિતા જ્યારે અલગ થયા ત્યારે આ વાતથી ફેન્સ પણ ઘણા નારાજ હતા.

​અંકિતા લોખંડે સાથે બ્રેકઅપ બાદ સુશાંતસિંહનું નામ અનેક એક્ટ્રેસ સાથે જોડાયું હતું. જેમાં કૃતિ સેનન, સારા અલી ખાન અને રિયા ચક્રવર્તીનું નામ ચર્ચામાં હતુ. જો કે અંકિતા લોખંડે સાથે બ્રેકઅપ થયા બાદ ઘણા સમયથી સુશાંત રીયાને ડેટ કરી રહ્યા હતા. અને આ વાત આખરે સામે આવી હતી. સુશાંતના આપઘાત સમયે પણ તેઓ રિયા સાથે રિલેશનશીપમાં હતા. અને એટલા માટે જ સુશાંતના મોત બાદ રિયાએ ઘણી બધી મુશ્કેલીઓ અને પડકારોનો સામનો કરવો પડ્યો હતો. કેમ કે સુશાંતના પરિવારજનોએ રિયા પર ગંભીર આરોપ લગાવ્યા હતા. રિયા સુશાંતને પરેશાન કરતી હોવાના આરોપો લાગ્યા હતા.

​2020માં સુશાંતસિંહ રાજપૂતની આપઘાતની ઘટનાએ સૌ કોઈને આઘાતમાં નાખ્યા હતા. સુશાંતની મોતથી માત્ર પરિવાર નહીં પણ તેના ફેન્સ પણ સાવ ટૂટી ગયા હતા. ત્યારે સુશાંતને ન્યાય અપાવવા માટે તેના ચાહકવર્ગે ખૂબ પ્રયાસો કર્યા હતા. અને સુશાંતસિંહ રાજપૂત 2020માં ખૂબ ટ્રેન્ડ પર રહ્યા હતા. સુશાંતને ન્યાય અપાવવા માટે #JusticeForSUshantShighRajput ખૂબ ટ્રેન્ડ પર રહ્યું હતું.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link