OMG! 2 કલાક 32 મિનિટની આ સસ્પેન્સ-થ્રિલર ફિલ્મ જોઈ છે? જુવાનજોધ છોકરીઓ સાથે થાય છે એવી એવી બર્બરતા

Sat, 28 Dec 2024-10:04 am,

જો તમે સસ્પેન્સ થ્રિલર ફિલ્મોના શોખીન હોવ તો અમે તમારા માટે એક શાનદાર ફિલ્મ લાવ્યા છીએ. જે કહાનીથી લઈને ડાયરેક્શન સુધી દરેક મામલે જોરદાર લાગે છે. વિલન એવા છે જેને જોઈને થથરી જાઓ. એક નહીં પરંતુ અહીં તો બબ્બે વિલન છે. બંને એટલા ડરામણા લાગે કે તમે સહન ન કરી શકો. જાણો આ વીકએન્ડ પર ઓટીટી પર ક્યાં જોઈ શકો.   

આ એક્શન થ્રિલર ફિલ્મનું નામ છે 'ઈરાઈવન'. આ એક તમિલ ફિલ્મ છે જે વર્ષ 2023માં રિલીઝ થઈ હતી. ફિલ્મમાં લેડી સુપરસ્ટાર નયનતારા, જયમ રવિ, વિનોદ કિશન, રાહુલ બોસથી લઈને ભગવતિ અને આશીષ વિદ્યાર્થી જેવા કલાકારો છે. બધાએ શાનદાર અભિનય કર્યો છે. જો કે લેડી સુપરસ્ટારની ભૂમિકા શરૂઆતમાં ખુબ ઓછી જણાય છે. 

'ઈરાઈવન'ની જાહેરાત માર્ચ 2022માં થઈ હતી. 'ઈરાઈવન' શબ્દનો અર્થ થાય છે 'પરમેશ્વર'. ફિલ્મમાં યુવાન શંકર રાજાએ મ્યૂઝિક આપ્યું હતું. ફિલ્મ 28 સપ્ટેમ્બર 2023ના રોજ થિયેટરોમાં રિલીઝ થઈ હતી. શરૂઆતમાં તેને મિક્સ રિવ્યૂઝ મળ્યા હતા પરંતુ જ્યારે તે બોક્સ ઓફિસ પર આવી તો ધડાકો કરી નાખ્યો. દર્શકોને આ ફિલ્મની કહાની અને થ્રિલર પસંદ પડ્યા.   

'ઈરાઈવન'ની કહાની એસીપી અર્જૂન સાથે જોડાયેલી છે. તે એક કડક ઈમાનદાર પોલીસ ઓફિસર છે પરંતુ તે પ્રોટોકોલ ફોલો કરવામાં વિશ્વાસ ધરાવતો નથી અને આ કારણે ફેમસ પણ છે. પરંતુ એક અપરાધીને પકડતી વખતે તેના સૌથી પાક્કા મિત્ર એન્ડ્ર્યુનો જીવ જાય છે અને તે પોલીસની નોકરી છોડી દે છે. તે તેના મિત્રના પરિવારને સંભાળવા લાગે છે. 

પરંતુ શહેરમાં બેક ટુ બેક થઈ રહેલી હત્યાઓના કારણે બધા ચિંતાતૂર છે. આ હત્યાઓ ફક્ત જવાન યુવતીઓની થાય છે. વિઝ્યુઅલ્સ જોઈને તમારા હાથપગ ધ્રુજી જાય. જ્યારે ખૂંખાર વિલને છોકરીઓના દેહને ક્ષત વિક્ષત કરી નાખ્યા. હવે આ કહાનીમાં અર્જૂનના પરિવારની છોકરી પણ આવી જાય છે. ત્યારબાદ તે ગુનેહગારને પકડવાની કોશિશ કરે છે. 

જો તમે પણ 2 કલાક 32 મિનિટની આ ફિલ્મ જોવા માંગતા હોવ તો તેને નેટફ્લિક્સ પર જોઈ શકો છો. આ ફિલ્મ હિન્દીમાં પણ છે. ફિલ્મમાં તમને સૌથી વધુ જો કોઈ એક્ટ્રેક્ટ કરશે તો તે છે વિલેનનું પાત્ર. આ રોલ રાહુલ બોસે નિભાવ્યો છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link