VITARA ફેસલિફ્ટ થઇ શોકેસ, જાણો કેટલી દમદાર છે આ કાર
સુઝુકી મોટર કોર્પોરેશને 2019ની વિટારાના ફેસલિફ્ટ મોડલ પરથી પડદો ઉઠાવ્યો છે. વિટારા ફેસલિફ્ટને સપ્ટેમ્બરમાં બ્રિટનમાં લોંચ કરવામાં આવશે. સુઝુકીએ તેમાં લુકની સાથે-સાથે ઘણા ટેક્નિકલ ફેરફાર પણ કર્યા છે. સારી ડિઝાઇનની સાથે જ વિટારા ફેસલિફ્ટ બે કલર ઓપ્શનમાં જોવા મળશે. જોકે વિટારા ફેસલિફ્ટની કિંમત શું હશે, તેનો ખુલાસો કરવામાં આવ્યો નથી. એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે કંપની લોંચના થોડા દિવસો પહેલાં કિંમતોનો ખુલાસો કરશે.
કેવી છે ડિઝાઇન : વિટારાના 2019 મોડલને નવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે. આ જૂના મોડલથી ખૂબ અલગ છે. તેના ફ્રંટને અપડેટ કરવામાં આવ્યું છે અને તેના એલઇડી લેમ્પની સાઇઝને પણ વધારવામાં આવી છે. જોકે વ્હીલ્સમાં કોઇ ખાસ ફેરફાર કરવામાં આવ્યા નથી.
ઇંટીરિયરની વાત કરીએ તો તેમાં પણ ઘણા ફેરફાર જોવા મળશે. ડેશબોર્ડમાં સોફ્ટ મટીરિયલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. વિટારાએ આ મોડલમાં ડ્યૂલ સેંસર બ્રેક સપોર્ટ, લેન ડિપાર્ચર વોર્નિંગ, ટ્રાફિક સાઇન રિકગ્નિશન, ટ્રાફિક એલાર્મ જેવા એડવાંસ્ડ ફિચર્સ છે.
ભારતીય બજારમાં હાલ SUVs ને ટક્કર આપવા માટે વિટારા ફેસલિફ્ટને ભારતમાં પણ લોંચ કરવામાં આવશે. અહીં પ્રી-ફેસલિફ્ટ મોડલને ઘણીવાર આ ટેસ્ટિંગ દરમિયાન સ્પોટ પણ કરવામાં આવ્યું છે. જોકે ભારતમાં પોતાના SUV લોંચ કરે છે તો તેનું ફેસલિફ્ટ મોડલ જ લોંચ કરવામાં આવશે. જોકે ભારતીય બજારમાં વિટારા બ્રેજા ઉપલબ્ધ છે.
2019 સુઝુકી વિટારા ફેસલિફ્ટના ફ્રંટ ગ્રિલ અને લોઅર બંપરને ફરીથી ડિઝાઇન કરવામાં આવ્યા છે. કારની પાછળના ભાગની ડિઝાઇન બદલવામાં આવી છે અને ખાસ એલઇડી લેંપ લગાવવામાં આવ્યા છે. એલોય વીલને નવી ડિઝાઇન આપવમાં આવી છે.
આ મોડલમાં સુરક્ષાનું પણ વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું છે. ડ્યૂલ એરબેગની સાથે-સાથે તેમાં ડ્યૂલ સેંસર બ્રેક સપોર્ટ, લેન ડિપાર્ચર, વોર્નિંગ એંડ પ્રિવેંશન, ટ્રાફિક સાઇન રિકગ્નિશન, બ્લાઇંડ સ્પોટ મોનિટર અને રિયર ક્રોસ ટ્રાફિક એલર્ટ જેવા ફિચર્સ છે.
વિટારાના આ મોડલમાં 1.0-લીટર ટર્બો પેટ્રોલ એંજીન અને 1.4-લીટર ટર્બો પેટ્રોલ એંજીન આપવામાં આવ્યું છે. સુઝુકી વિટારા ફેસલિફ્ટની કિંમતની જાહેરાત સપ્ટેમ્બરમાં તેની લોચિંગ સમયે કરવામાં આવશે.