Photos : નિત્યાનંદના ઢોંગી સાધુઓની નકલી જટાનો ‘રાઝ’ ખૂલ્યો, રાતોરાત ઉભી થઈ છે લાંબી જટા

Wed, 20 Nov 2019-11:52 am,

અમદાવાદના નિત્યાનંદ આશ્રમના નકલી બાબાની જટા પણ નકલી હોવાનો ઘટસ્ફોટ થયો છે. ZEE 24 કલાકની તપાસમાં ખુલાસો થયો છે કે, નિત્યાનંદ સહિત તમામ સાધકો અને શિષ્યાઓ હેરસલૂનમાં ડ્રેડ લોક કરાવે છે. નિત્યાનંદ અને તેના ભક્તો માત્ર દંભ અને દેખાવો કરી રહ્યાં છે તેનો મોટો પુરાવો સામે આવ્યો છે. ઢોંગી સાધુ બનીને ફરનાર સાધુ ઈશ્વરપિયાનંદાની નામનો બાબાની જટા નકલી છે. આશ્રમમાં આવેલા વિદેશી અનુયાયીઓ તેને આ જટા બનાવી આવે છે. માત્ર ઈશ્વર પિયાનંદાનીને જ નહિ, પરંતુ અન્ય સાધુ અને સાધ્વીઓને પણ આ પ્રકારે જટા બનાવી આપવામાં આવે છે. 

થોડા સમય પહેલા ઈશ્વર પિયાનંદાનીના માથા પર સામાન્ય વાળ હતા, પરંતુ હવે તેમના માથા પર લાંબી જટાઓ દેખાઈ રહી છે. સીસીટીવીથી જે પુષ્પક સિટી વિવાદમાં આવી છે, ત્યાં આ બાબા પોતાનું ઘર ધરાવે છે. પોતાની પત્ની અને બાળકો સાથે તેઓ ત્યા રહે છે. બાળકોને તેમના ઘરથી જ ડીપીએસની ગાડીમાં લાવતામાં આવતા હતા. 

આ માટે ખાસ ટ્રીટમેન્ટ હોય છે. નેચરલ વાળ પર લાંબી જટા ફીટ કરવામાં આવે છે. અત્યાર સુધી તમામ લોકોના મનમાં એવુ હતું કે, સાધકો સંન્યાસી જીવન જીવી રહ્યા હતા તેથી તેમની જટા લાંબી હતી. પણ હકીકત તો એ છે કે આ જટા બ્યૂટી ટ્રીટમેન્ટ દ્વારા રાતોરાત ઉભી થઈ શકે છે. ડ્રેડ લોકથી સરળતાથી પાંચથી 6 કિલોની જટા બનાવી શકાય છે. 

વિવાદ ખૂલતા જ પહેલા દિવસે સાધુ ઈશ્વરપિયાનંદાનીએ મીડિયા સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યું હતું. નિત્યાનંદ આશ્રમમાં અનેક સાધકોની જટા આવી રીતે જ બનાવવામાં આવી છે. આશ્રમ દ્વારા લોકોના માનસ પર સાધુ સંતોની ખોટી ઈમેજ ઉભો કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. આશ્રમમાં મોટી સંખ્યામાં વિદેશીઓ આવે છે. ઉલ્લેખનીય છે કે, આશ્રમમાં બાળકોને ગોંધી રાખાવાના મામલામાં બે સાધ્વીઓ પ્રાણપ્રિયા અને પ્રિયાતત્વની ધરપકડ કરવામાં આવી છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link