આ દેશના રાજા સામે હજારો કુંવારીકાઓ કપડાં વિના કરે છે ડાન્સ! શોખીન રાજાને દર વર્ષે જોઈએ છે નવી ઘરવાળી
ઈસ્વાતિનીની કુલ વસ્તી લગભગ 1.3 મિલિયન છે, પરંતુ દેશની 63 ટકા વસ્તી હજુ પણ ગરીબી રેખા નીચે જીવે છે. પરંતુ સ્વાઝીલેન્ડના King Mswati III વૈભવી જીવન જીવે છે અને તેમની સંપત્તિ પણ દિવસેને દિવસે વધી રહી છે.
King Mswati III ની ગણતરી વિશ્વના સૌથી ધનિક રાજાઓમાં થાય છે. તેમની પાસે 14 અબજ રૂપિયાથી વધુની સંપત્તિ છે. તેમની પાસે 19 રોલ્સ રોયસ, 20 મર્સિડીઝ અને 12 BMW સહિત ઘણી લક્ઝરી કાર છે.
આ દેશમાં, દર વર્ષે ઓગસ્ટ-સપ્ટેમ્બર મહિનામાં, રાણીની માતા લુડઝિજિનીના શાહી ગામમાં 'ઉમ્હલાંગા સેરેમની' ઉત્સવ યોજાય છે, જેમાં 10 હજારથી વધુ કુંવારી છોકરીઓ ભાગ લે છે. આ તહેવારમાં કુંવારી છોકરીઓ રાજાની સામે ડાન્સ કરે છે. નેશનલ જિયોગ્રાફિકના રિપોર્ટ અનુસાર, રાજા આ છોકરીઓમાંથી પોતાની નવી રાણી પસંદ કરે છે. નવાઈની વાત એ છે કે આ છોકરીઓ રાજા અને તમામ પ્રજાની સામે કપડાં વગર ડાન્સ કરે છે.
એપ્રિલ 1986માં ઈસ્વાતિનીના King Mswati ત્રીજાએ સત્તા સંભાળી. તે સમયે તેમની ઉંમર માત્ર 18 વર્ષની હતી. તે સમયે તેઓ વિશ્વના સૌથી યુવા શાસક હતા. રાજા મસ્વતી ત્રીજાએ અત્યાર સુધીમાં 15 લગ્ન કર્યા છે, તેમને 23 બાળકો છે. જો કે, તેની પ્રથમ બે પત્નીઓને જ શાહી દરજ્જો મળ્યો છે.
ભારત-આફ્રિકા સમિટમાં ભાગ લેવા માટે King Mswati III પણ 2015માં ભારતની મુલાકાતે આવ્યા હતા. રાજા Mswati III તેમની સાથે 15 પત્નીઓ, બાળકો અને 100 નોકરને લાવ્યા હતા. તેમને દિલ્હીની એક ફાઈવ સ્ટાર હોટલમાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેમાં તેમના માટે 200 રૂમ બુક કરવામાં આવ્યા હતા.
આ તહેવારની વિશેષતા એ છે કે અપરિણીત છોકરીઓ રાજાની સામે નૃત્ય કરે છે. નેશનલ જિયોગ્રાફિકના રિપોર્ટ અનુસાર અહીંની વૃદ્ધ મહિલાઓ લગ્ન ન થાય ત્યાં સુધી સુંદર છોકરીઓને વર્જિનિટી અને તેમના શરીરને સુંદર રાખવાનું શીખવે છે. આ તહેવારની ખાસ વાત એ છે કે છોકરીઓને તેમની પરંપરાઓને સમજવા અને શીખવાની વધુ સારી તક મળે છે. એવું કહેવાય છે કે અહીં છોકરીઓ લગ્ન પહેલા ગર્ભવતી થઈ જાય તો તેના પરિવારને દંડ ફટકારવામાં આવે છે. દંડ તરીકે એક ગાય આપવી પડે છે.