T-20 વર્લ્ડ કપ: આ બોલરોએ કર્યો છે વિકેટોનો વરસાદ, ટોપ-5માં પાકિસ્તાન અને શ્રીલંકાનો જલવો

Fri, 15 Oct 2021-4:23 pm,

પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીએ 2007થી 2016 સુધી ટી-20 વર્લ્ડ કપમાં ભાગ લીધો. આ દરમિયાન 34 મેચમાં 39 વિકેટ પોતાના નામે કરી છે. જેમાં તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 11 રનમાં 4 વિકેટ છે. આ દરમિયાન તેણે 907 રન આપ્યા છે. શાહિદ આફ્રિદી હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃતિ લઈ ચૂક્યો છે.

શ્રીલંકાનો લસિથ મલિંગા 2007થી 2014 ટી-20 વર્લ્ડ કપ રમ્યો હતો. 2014માં શ્રીલંકાએ વર્લ્ડ કપ જીત્યો હતો. તેણે 763 રન આપીને કુલ 38 વિકેટ ઝડપી છે. તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 31 રન આપીને 5 વિકેટ છે. તેનો ઈકોનોમી 7.43નો છે.

ત્રીજા નંબરે છે પાકિસ્તાનનો પૂર્વ ઓફ સ્પિનર સઈદ અજમલ. અજમલે 2009થી 2014 સુધી ટી-20 વર્લ્ડ કપમાં રમ્યો છે. તેના નામે 23 મેચમાં 36 વિકેટ છે. તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 19 રનમાં 4 વિકેટ છે. આ દરમિયાન તેનો ઈકોનોમી 6.79નો છે. તેણે 607 રન આપ્યા છે.  

ચોથા નંબર પર છે શ્રીલંકાનો ખેલાડી અજંતા મેન્ડિસ. મેન્ડિસે 2009થી 2014 સુધી કુલ 21 ટી-20 મેચ રમી છે. જેમાં તેના નામે 35 વિકેટ છે. આ દરમિયાન તેણે 6.70ની ઈકોનોમી રેટથી 526 રન આપ્યા.  

પાંચમા નંબર પર છે પાકિસ્તાનનો પૂર્વ ઝડપી બોલર ઉમર ગુલ. ગુલે 2007થી 2014 સુધી ટી-20 વર્લ્ડ કપમાં ભાગ લીધો છે. 24 મેચમાં તેણે 35 વિકેટ પોતાના નામે કરી છે. તેણે 7.30ની ઈકોનોમી રેટથી 604 રન આપ્યા છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link