દયા બેને બોલીવૂડની આ ફિલ્મોમાં કર્યું છે કામ! કરી ચુકી છે બોલ્ડનેસની હદ પાર

Thu, 25 Nov 2021-12:12 am,

સંજય લીલા ભણસાલીની 'દેવદાસ' (Devdas) બોલીવૂડની સૌથી વધુ પસંદ કરાયેલી ફિલ્મોમાંથી એક છે. શાહરૂખ ખાન (Shahrukh Khan), માધુરી દીક્ષિત (Madhuri Dixit) અને ઐશ્વર્યા રાય બચ્ચનની ફિલ્મમાં દિશા વાકાણી (Disha Vakani) એ સખીનો રોલ કર્યો હતો.

ફિલ્મ 'જોધા અકબર' (Jodha Akbar) માં ઐશ્વર્યા રાય બચ્ચન (Aishwarya Rai) હંમેશા અનેક દાસીઓથી ઘેરાયેલી રહેતી હતી. આ દાસીઓમાં એક દિશા વાકાણી (Disha Vakani) હતી, જેણે ફિલ્મમાં માધવીનો રોલ કર્યો હતો.

દિશા વાકાણી (Disha Vakani) ઉર્ફે TMKOCની દયાબેન એ 1997 ની ફિલ્મ કમસિનઃ ધ અનટચ્ડ (Kamsin: The Untouched) માં મુખ્ય ભૂમિકા ભજવી હતી. તે હિન્દી બી ગ્રેડ ડ્રામા ફિલ્મ હતી, જેનું નિર્દેશન અમિત સૂર્યવંશી દ્વારા કરવામાં આવ્યું હતું. આ ફિલ્મમાં દિશાએ કોલેજ ગર્લનું પાત્ર ભજવ્યું હતું. આ ફિલ્મમાં દયા બેનનો બોલ્ડ લુક સામે આવ્યો હતો.

પ્રિયંકા ચોપરા (Priyanka Chopra) અને હરમન બાવેજાની 'લવ સ્ટોરી 2050' (Love Story 2050) પડદા પર હિટ ન રહી, પરંતુ આ ફિલ્મની ખૂબ ચર્ચા થઈ. રોમેન્ટિક ટાઈમ-ટ્રાવેલ ફિલ્મમાં દિશા વાકાણી પણ હતી, પણ તમને ભાગ્યે જ યાદ હશે. વર્ષ 2008 માં આવેલી આ ફિલ્મમાં દિશા વાકાણી (Disha Vakani) એ નોકરાણીની ભૂમિકા ભજવી હતી. રસપ્રદ વાત એ છે કે, આ વર્ષે દિશા વાકાણીએ પણ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah) માં દયાબેનનું પાત્ર ભજવવાનું શરૂ કર્યું હતું. આ ફિલ્મમાં દિલીપ જોશી પણ હતા.

 

આમિર ખાન (Aamir Khan) ની સુપરહિટ ફિલ્મ 'મંગલ પાંડેઃ ધ રાઇઝિંગ' (Mangal Pandey: The Rising) લોકોને ખુબ ગમી હતી. આ ફિલ્મમાં દિશા વાકાણી પણ હતી. આ ફિલ્મમાં તેણે વેશ્યાનો નાનકડો રોલ કર્યો હતો. દિશા વાકાણી (Disha Vakani) ને જોવા માટે તમારે ફિલ્મ ખૂબ જ ધ્યાનથી જોવી પડશે.

અનુપમ ખેર (Anupam Kher) ની 'નોટ સો પોપ્યુલર' ફિલ્મ C Kkompany માં પણ દયાબેન ઉર્ફે દિશા વાકાણી (Disha Vakani) હતી. આ ફિલ્મની નિર્માતા એકતા કપૂર હતી. આમાં મિથુન ચક્રવર્તી, તુષાર કપૂર અને અન્ય ઘણા કલાકારો પણ હતા. આ ફિલ્મમાં દિશાએ એક વિધવા મહિલાનો રોલ કર્યો હતો.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link