Taarak Mehta Ka Ooltah Chashmah: તારક મહેતા...શોની આ 9 વાતો જાણીને ચોંકશો, પોપટલાલ વિશે આ વાત ખબર નહીં હોય
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એ દેશનો મનગમતા કોમેડી શોમાંથી એક છે. દર્શકો તેને ખુબ પસંદ કરે છે. તેના વિશે ઝીણામાં ઝીણી વાત જાણવામાં દર્શકોને રસ હોય છે. આવી જ કેટલીક અજાણી વાતો અમે તમને જણાવીશું. ઘણા લોકોને ખબર નહીં હોય કે સિરિયલમાં બબીતાજીના રોલ માટે મુનમુન દત્તાનું નામ દિલિપ જોશીએ સજેસ્ટ કર્યુ હતું. દિલિપ જોશી અને મુનમુન દત્તાએ 2004માં હમ સબ બારાતીમાં સાથે કામ કર્યુ હતું.
ચંપકલાલનું પાત્ર ભજવતા અમિત ભટ્ટ અને જેઠાલાલનું પાત્ર ભજવતા દિલિપ જોશી વિશે આ વાત પણ રસપ્રદ છે. પિતાનું પાત્ર ભજવતા અમિત ભટ્ટ રિયલ લાઈફમાં જેઠાલાલ એટલે કે દિલિપ જોશી કરતા ઉંમરમાં નાના છે. અમિત ભટ્ટ 48 વર્ષના છે જ્યારે દિલિપ જોશી 50 વર્ષના છે.
દયાનું પાત્ર ભજવતી દિશા વાકાણી અને સુંદરનું પાત્ર ભજવતો મયુર વાકાણી રિયલ લાઈફમાં પણ ભાઈ બહેન છે.
ઐશ્વર્યા રાય અને હ્રિતિક જોશીની સુપરહીટ ફિલ્મ જોધા અકબરમાં દિશા વાકાણી જોવા મળી હતી.
મિસિસ રોશન સોઢીનું પાત્ર ભજવતી જેનીફર મિસ્ત્રી કરાટેમાં બ્લેક બેલ્ટ છે. લોકડાઉન દરમિયાન તેણે ફરીથી તેમાં પ્રક્ટિસ પણ શરૂ કરી દીધી હતી.
સિરિયલમાં કોમલ હાથીનું પાત્ર ભજવતી અંબિકા રંજનકર એક્તા કપૂરના શો કસમ સેમાં પણ જોવા મળી હતી.
સિરિયલમાં માસ્ટર ભીડેનું પાત્ર ભજવતા મંદાર ચંદવડકરે અભિનય માટે દુબઈમાં સારી નોકરી છોડી દીધી હતી.
બધાના લોકપ્રિય એવા બબીતાજી એટલે કે મુનમુન દત્તાએ શાહરૂખ ખાન સાથે એક જાહેરાતમાં કામ કર્યું હતું.
સિરિયલમાં પોપટલાલની ભૂમિકા ભજવતા શ્યામ પાઠકે Lust, Caution નામની ચાઈનીઝ ફિલ્મમાં કામ કર્યું હતું. અભિનેતાએ આ ફિલ્મમાં એક જ્વેલરી દુકાનના માલિકની ભૂમિકા ભજવી હતી.