Pics : ભાજપનો ચૂંટણી પ્રચારનો આ નુસ્ખો જબરદસ્ત કામ કરી ગયો, રાજકોટમાં થઈ ગઈ કમાલ

Wed, 17 Apr 2019-9:07 am,

दीक्षित सोनी/राजकोट: सेल्फी के इस दौर में अगर आप को पीएम मोदी के साथ सेल्फी खींचने का मौका मिले तो आप क्या करेंगे? कोई भी यह मौका गवाना नहीं चाहेगा. पीएम मोदी का क्रेज आज भी देश और दुनिया में लोगो के सर चढ़कर बोल रहा है ऐसे में भाजपा ने प्रचार का का एक नया नुस्खा खोज निकला है. हाल ही में राजकोट में आयोजित एक भाजपा के युवा मोर्चा सम्मेलन में पीएम मोदी का स्टैच्यू रखा गया.

પીએમ મોદીના આ સ્ટેચ્યુને જોઈને લોકો એટલા ખુશ થી ગયા કે બધા કામ છોડીને સૌથી પહેલા સ્ટેચ્યુની સાથે સેલ્ફી લેવા દોડે છે. રાજકોટના સ્વામીનારાયણ મંદિરમાં આયોજિત આ યુવા સંમેલનમાં અંદાજે એક દિવસમાં જ 1500 લોકોએ સેલ્ફી લીધી હતી. મતદાતાઓના આ ઉત્સાહને જોઈને હવે ભાજપે આ સ્ટેચ્યુને રાજકોટના આત્મીય કોલેજમાં રાખવાનો નિર્ણય લીધો છે. જેથી યુવાઓ પણ મોદીના સ્ટેચ્યુ સાથે સેલ્ફી લઈ શકે. 

ઉલ્લેખનીય છે કે, આ લોકસભા ઈલેક્શનમાં મોટી સંખ્યામાં યુવા મતદાતા પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા જઈ રહ્યા છે. આવામાં ભાજપ આ તકને ગુમાવવા માંગતુ નથી. ગુજરાતમાં 23 એપ્રિલના રોજ મતદાન થવાનું છે. ખુરશી પર બેસેલ આ સ્ટેચ્યુની સૌથી મોટી વિશેષતા એ છે કે, તેની બાજુમાં લોકો બેસીને સેલ્ફી લઈ શકે છે, ફોટો પડાવી શકે છે. 

પીએમ આ સ્ટેચ્યુએ રાજકોટના યુવાઓમાં ગજબનું આકર્ષણ પેદા કર્યું છે. અને હવે જ્યારે આ સ્ટેચ્યુને કોલેજના કેમ્પસમાં રાખેલી બેન્ચ પર મૂકવામા આવશે, તો તમે અંદાજ લગાવી શકો છો કે યુવાઓમાં કેવો માહોલ બની રહેશે. આવામાં ભાજપાની સેલ્ફી વિથ મોદીનો આઈડિયા કારગત સાબિત થશે.

પીએમ મોદીના આ સ્ટેચ્યુની વિશેષતા એ છે કે, આ સ્ટેચ્યુને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ સુંદરલાલ એટલે કે મયુર વાંકાણીએ બનાવ્યું છે. મયુર એક અભિનેતાની સાથે ઉમદા મૂર્તિકાર પણ છે. મયુરે આ સ્ટેચ્યુ માત્ર 12 દિવસોમાં જ બનાવ્યું છએ અને ફાયબર ગ્લાસમાંથી તેનુ નિર્માણ કર્યું છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link