`ક્યારેક આવા દેખાતા હતા `તારક મહેતા...` ના એક્ટર્સ, દયાબેન લાગતા હતા ક્યૂટ

Wed, 09 Jun 2021-9:37 pm,

દયા ભાભી (Dayaben) વર્ષોથી ભલે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં જોવા મળી ન રહ્યા હોય, પરંતુ તે આજે પણ લોકોના દિલો પર રાજ કરે છે. ફેન્સ દિશા વાકાણીના (Disha Vakani) ફોટા જોવા માટે ફેન્સ આતુર રહે છે. એવામાં સામે આવેલા કેટલાક બ્લેક એન્ડ વ્હાઇટ ફોટા તેમના બાળપણના દિવસોના છે. બાળપણમાં તે ખૂબ જ ક્યૂટ હતા. ફોટામાં તે લેંઘો અને ચોલી પહેરેલી જોવા મળે છે. સાથે જ તેમને બે ચોટલા પણ બનાવેલા છે. 

ફેન્સને જેઠાલાલનો રોલ સૌથી વધુ પસંદ છે. જેઠાલાલ (Jethalal)નું પાત્ર ભજવનાર દિલીપ જોશી (Dilip Joshi) ખૂબ સિનિયર એક્ટર છે. તે ઘણી ફિલ્મોમાં પણ જોવા મળ્યા છે, પરંતુ જેઠાલાલનું પાત્ર તેમનું સૌથી પોપુલર પાત્ર રહ્યું છે. જેઠાલાલના જવાનીના ફોટા ખૂબ વાયરલ થઇ રહ્યા છે. તે આ તસવીરમાં કાઉબોય બનેલા જોવા મળી રહ્યા છે. હંમેશા ક્લીન શેવ રહેનાર દિલીપની મોટી મોટી મૂછો પણ જોવા મળી રહી છે.  

જેનિફર મિસ્ત્રી (Jennifer Mistry Bansiwal) પણ યંગ એજ ડેઝમાં પણ આજની માફક સુંદર લાગતી હતી. તેમની રંગતમાં આજે પણ વધુ ફરક આવ્યો નથી. નાના બાળકો સાથે તેમની સ્ટાઇલ પહેલાં પણ આજના જેવી જ હતી. જેનિભર શોમાં ગોગીની મમ્મી અને રોશન સિંહ સોઢીની પત્નીનું પાત્ર ભજવ્યું હતું. 

ડો. હાથી (Dr Hathi) નું પાત્ર ભજવનાર નિર્મલ સોની (Nirmal Soni) બાળપણમાં ખૂબ જ ક્યૂટ લાગતા હતા. બાળપણમાં પણ તેમનું વજન વધુ હતું. તેમના બાળપણના ફોટા જોતાં જ તમે ઓળખી લેશો કે આ નવાવાળા ડો. હાથી જ છે. 

કોમલ ભાભી (Komal Bhabhi) નું પાત્ર ભજવનાર અંબિકા રાજનકર (Ambika Ranjankar) ની તસવીર ખૂબ જૂની છે. તે તેમાં સફેદ સૂટ પહેરેલી જોવા મળી રહી છે. તેમના ચહેરામાં વધુ ફેરફાર આવ્યો નથી, પરંતુ તેમને વેટ જરૂર પુટ ઓન કર્યું છે. અંબિકા શોમાં ડો. હાથીની પત્નીનું પાત્ર ભજવી રહી છે.  

ઘરે ઘરે બબીતા જી (Babita Ji) ના નામથી મશહૂર મુનમુન દત્તા (Munmun Dutta) બાળપણથી જ સુંદર અને ટેલેન્ટેડ છે. તેમનો આ ફોટો આ વાતનો પુરાવો છે. બાળપણનો આ ફોટામાં મુનમુન હારમોનિયમ વગાડતી જોવા મળી રહી છે. 

ટીચર અને સોસાયટીના સેક્રેટરી આત્મારામ ભિડેની પત્ની માધવી ભાભી (Madhvi Bhabhi) નું પાત્ર ભજવી રહેલી શિવાંગી જોશી (Sonalika Joshi) તો દરેકના ફેવરિટ છે અને તેમના પાપડ-અથાણું તો લોગ ભૂલી શકતા નથી. તેમના બાળપણનો ફોટો અમારા હાથ લાગ્યો છે. આ ફોટામાં તે એકદમ ક્યૂટ લાગી રહી છે. તેમની સ્માઇલ ખૂબ જ પ્યારી છે. 

ટીચર અને સોસાયટીના સેક્રેટરી આત્મારામ ભિડે (Aatmaram Bhide) નું પાત્ર ભજવનાર મંદાર ચાંદવડકર (Mandar Chandwadka) પણ જવાનીના દિવસોમાં કંઇ ઓછા લાગતા ન હતા. તેમનો ફોટો જોઇને તેમને વાત પણ તમને સાચી લાગશે કે તેમની જવાનીના દિવસોમાં વાળ હતા. 

તારક મહેતા (Taarak Mehta) નું પાત્ર ભજવનાર શૈલેષ લોઢા (Shailesh Lodha) શોમાં જેઠાલાલના ફાયર બ્રિગેડ અને મિત્રના રૂપમાં જોવા મળી રહ્યા છે. શૈલેષ અંગત જીવનમાં કવિ છે અને શોમાં પણ લેખક બન્યા છે. શૈલેષના જૂટા ફોટામાં ખૂબ સ્માર્ટ જોવા મળતા હતા. આ ફોટો તેમના કોલેજના દિવસોનો લાગી રહ્યો છે. 

પોપટલાલ (Popatlal)નું પાત્ર ભજવનાર શ્યામ પાઠક (Shyam Pathak) જવાનીના દિવસોમાં પણ હાલની માફક જ દૂબળા પતળા હતા, પરંતુ તેમનો આ ફોટો જોઇને લાગી રહ્યું છે કે તે ખૂબ ફેશનેબલ હતા. સાથે જ ખૂબ અપ-ટૂ-ડેટ રહેતા હતા. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link