Taarak Mehta ની રીટા રિપોર્ટર તો ખુબ બોલ્ડ બની ગઈ, હાય હાય...પેન્ટ પહેરવાનું જ ભૂલી ગઈ
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં રીટા રિપોર્ટરની ભૂમિકા જેણે ભજવી તે પ્રિયા આહૂજા અસલ જીવનમાં પણ ખુબ બિન્દાસ છે અને આ વાતની ઝલક તેના લેટેસ્ટ ફોટોશૂટમાં પણ જોવા મળે છે. (Pic Credit: Priya Ahuja Instagram)
પ્રિયા આહુજાએ હાલમાં જ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલાક ફોટા શેર કર્યા છે. આ ફોટામાં અભિનેત્રીનો અંદાજ ખુબ જ દિલકશ જોવા મળી રહ્યો છે. તેણે આ ફોટોશૂટમાં બોલ્ડ અવતાર ધારણ કર્યો છે. રીટા રિપોર્ટરનો આ લુક જોઈને દરેક જણ દંગ રહી ગયા છે. (Pic Credit: Priya Ahuja Instagram)
રીટા રિપોર્ટર ઉર્ફે પ્રિયા આહુજાએ ફોટોશૂટમાં સફેદ રંગની હુડી પહેરેલી છે અને તસવીરો જોઈને એવું લાગી રહ્યું છે કે તેણે ફક્ત હુડી જ પહેરી છે. લુકને કંમ્પલીટ કરવા માટે પ્રિયાએ ખુબ જ સુંદર મેકઅપ કર્યો છે અને વાળ પણ ખુલ્લા રાખ્યા છે. (Pic Credit: Priya Ahuja Instagram)
પ્રિયાએ આ જ શોના દિગ્દર્શક માલવ રાજડા સાથે લગ્ન કર્યા છે આથી તે શોનો હંમેશાથી ભાગ રહી છે. પ્રિયા સિરિયલમાં ભલે ઓછી જોવા મળતી હોય પરંતુ સોશિયલ મીડિયા પર ખુબ સક્રિય રહે છે. તેની ફેન ફોલોઈંગ પણ ખુબ વધુ છે. તે છાશવારે શાનદાર તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરે છે જે ફેન્સને ખુબ પસંદ આવે છે. (Pic Credit: Priya Ahuja Instagram)
પ્રિયા આહુજા ઘણીવાર પોતાની બોલ્ડ તસવીરો શેર કરતી હોય છે જેને જોઈને ફેન્સના તો હ્રદયના ધબકારા વધી જાય છે. તે બીકિનીમાં તસવીરો પણ શેર કરી ચૂકી છે જેને ખુબ પસંદ કરવામાં આવી હતી. અનેકવાર પોતાની તસવીરોના કારણે પ્રિયા ટ્રોલિંગનો પણ ભોગ બની ચૂકી છે. પરંતુ આ બધાની પરવા કર્યા વગર તે બસ પોતાની શાનદાર તસવીરો શેર કરતી રહે છે. (Pic Credit: Priya Ahuja Instagram)