`Taarak Mehta...` ના પોપટલાલ વિશે થયો જબરદસ્ત ખુલાસો, જાણીને વિશ્વાસ નહીં કરી શકો
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં પોપટલાલની ભૂમિકા ભજવનારા શ્યામ પાઠકે કેટલીક ફિલ્મોમાં પણ કામ કર્યું છે. એટલું જ નહીં શ્યામ પાઠકે વિદેશી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. 'Lust, Caution' નામની ચાઈનીઝ ફિલ્મમાં તેમણે કામ કર્યું છે.
ચાઈનીઝ ફિલ્મ Lust, Caution વર્ષ 2007માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં શ્યામ પાઠકે એક સોનીની ભૂમિકા ભજવી હતી. તે ફિલ્મમાં જ્વેલરી દુકાનમાં દાગીના વેચતા જોવા મળ્યા હતા. શ્યામ પાઠકે આ રોલ ખુબ સુંદર રીતે નિભાવ્યો હતો.
શ્યામ પાઠકે ફિલ્મમાં ખુબ જ સુંદર રીતે અંગ્રેજી બોલતા સોનારની ભૂમિકા ભજવી હતી. તેઓ સંપૂર્ણ રીતે પોતાની ભૂમિકામાં ઢળી ગયા હતા. જે રીતે પોપટલાલની ભૂમિકામાં તેઓ હાલ ઢળી ગયા છે. શ્યામ આ રોલમાં ખુબ જામી રહ્યા હતા. તેઓ સૂટ બૂટ પહેરેલા જોવા મળ્યા હતા.
શ્યામ પાઠક ફિલ્મમાં જે દુકાનમાં ઘરેણા વેચતા હતા તેનું નામ ચાંદની ચોક જ્વેલર્સ હતું. તેના માલિકની ભૂમિકા બોલીવુડના દિગ્ગજ નેતા અનુપમ ખેરે ભજવી હતી. બંને સાથે અનેક દ્રશ્યોમાં જોવા મળ્યા હતા.
શ્યામ પાઠકની આ ચાઈનીઝ ફિલ્મ 'Lust, Caution' ની વાર્તા જાપાનના કબજા દરમિયાન ઘટેલી ઘટનાઓ પર આધારિત હતી. ફિલ્મમાં નાની નાની વસ્તુઓનું પણ ધ્યાન રાખવામાં આવ્યું હતું. ફિલ્મ અનેક ઈરોટિક સીનથી ભરપૂર છે. તમામ કલાકારોએ લાજવાબ અભિનય કર્યો છે.
શ્યામ પાઠકની ફિલ્મ 'Lust, Caution'ને અમેરિકામાં NC-17 રેટિંગ મળ્યું હતું. શ્યામ પાઠક મોટાભાગના દ્રશ્યોમાં સફેદ શર્ટ, વેસ્ટકોટ અને બ્લેક પેન્ટમાં જોવા મળ્યા હતા.
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં પોપટલાલની ભૂમિકા ભજવનારા શ્યામ પાઠકે અન્ય લોકપ્રિય શોમાં પણ કામ કર્યું છે. શ્યામ જસુબેન જયંતીલાલ જોશીની જોઈન્ટ ફેમિલી, અને સુખ બાય ચાન્સમાં પણ જોવા મળ્યા હતા.
શ્યામ પાઠક શરૂઆતના દિવસોમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવા માંગતા હતા. આ માટે તેમણે ઈન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયામાં એડમિશન પણ લીધુ. પરંતુ અભ્યાસ અધવચ્ચે જ છોડી દીધો.
શ્યામ પાઠકે CA નો અભ્યાસ છોડ્યો તેની પાછળ કારણ હતું કે તેમને એક્ટિંગનો શોખ લાગ્યો હતો. તેઓ નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં આવી ગયા. આગળનો અભ્યાસ કર્યો અને એક્ટિંગમાં પોતાનું નસીબ અજમાવવા લાગ્યા. આજે ઘરે ઘરે શ્યામ પાઠક પોપટલાલ તરીકે લોકપ્રિય છે.